પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીનું વ્યક્તિત્વ
[૧૨૭
 


કરવાની જરૂર લાગી હતી, અને કોઈને ગુલાબના ફૂલથી પણ ન મારનાર કલાપી લાકડીનો ઉપયોગ કરવાના વિચાર ઉપર આવ્યા હતા. એ બુદ્ધાવતાર પછી કલ્કી અવતાર ધારણ કરવાનું કામ તેમને વિચારમાં મુશ્કેલ લાગતું ન હતું, પણ આ પ્રમાણે તે કરી શક્યા ન હતા. છેવટે તેમને લાગ્યું કે પોતે ભવ્ય સ્વપ્નાં જોનાર જ હતા.

પણ કલાપીના પોતાના એકરાર ઉપરથી જ કોઈ એ તેમનું ઓછું મૂલ્યાંકન કરવું જોઈએ નહિ. દરેક મહાપુરુષમાં પોતાની ભૂલ જોવાની દૃષ્ટિ અને તે પ્રકટ કરવાની હિમ્મત હોય છે, પણ તેથી જેમનામાં આવી દૃષ્ટિ કે હિમ્મત નથી એવા સામાન્ય મનુષ્યો કરતાં તે ઊતરતા બની જતા નથી.

માત્ર છવીસ વર્ષની વયમાં કલાપી ભરપૂર જીવન જીવી ગયા, છતાં તેમનું હૃદય તો હમેશાં વૈરાગ્ય તરફ જ ખેંચાયા કરતું હતું. ૧૮ વર્ષની યુવાન વયના આ રાજવી કવિનું પ્રથમ કાવ્ય 'ફકીરી હાલ' વિશે હતું. અને છેલ્લું કાવ્ય હતું 'આપની યાદી'. વૈરાગ્ય દિશા તરફ સ્વાભાવિક અભિરુચિવાળા આ મુમુક્ષની દૃષ્ટિ આઠ વર્ષમાં જ એવી દિવ્યતાને પામે છે કે તેમની નજર જ્યાં જ્યાં ઠરે છે ત્યાં ત્યાં તેમને પ્રેમસ્વરૂપ પરમાત્માનાં દર્શન થાય છે.

કવિ નાનાલાલે લખ્યું છે : 'ગુર્જર સાહિત્યરસની વાટિકામાં એમની (કલાપીની) યે રસ દેરી છે, અને એ દેરીમાંના એ દેવ અને એ દેવની દેરી ઉભય પોતાનાં તેજોબળ ને પ્રતાપ પ્રતિભાથી સુપ્રખ્યાત છે. એ ખરી વાત છે, પણ સાહિત્યવાટિકામાં અનેક દેવ અને દેરીઓ છેલ્લાં ચાલીસ વર્ષમાં દેખાયાં છે અને અદૃશ્ય થયાં છે; પરંતુ સુરતાની વાડીના આ મીઠા મોરલાને એવો કાંઈ જ ભય નથી. કારણ તેમનું સાચું મંદિર જમાના-જમાનાના ગુજરાતી યુવક યુવતીઓનું હૃદય છે. જયાંસુધી યુવાનો છે અને પ્રેમ છે, ત્યાંસુધી 'સ્નેહસાગરમાં પ્રપાત પામેલો સુરસિંહ' અમર છે.

તેમનો કવિ આત્મા અમર છે અને આ લોકમાં અમર આત્મા