પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[ ૨૩
 

'અહીં એટલી ટાઢ છે કે કાગળ ઝડપથી લખાતો નથી. કારણ કે આંગળાં બેવડ વળી ગયાં છે. રસ્તામાં અમને શું શું અડચણો નડી તે લખું છું.

સવારમાં કાલ ગરમ કપડાં પહેરી, પગ પર ગોઠણ સુધી ગરમ પાટા બાંધી, ખભે દુરબીન લટકાવી ગાડીમાં બેઠા. માણસો માટે સાત એકા ભાડે કર્યા હતા. રાવળપીંડીથી જ ઉંચા ચડવા લાગ્યા. ઘોડાને પણ રંગ છે કે આવા ડુંગર પર પાંચ માણસને ખેંચી લઈ જાય છે. તડકો પડતો હતો. એક બાજુએ ૩૦૦૦ ફીટ ડુંગર ઉંચો અને બીજી બાજુએ પ૦૦૦ ફીટ ખાઈ ઉંડી હતી. વધારે ચાલતા ગયા તેમ ટાઢ લાગવા માંડી. તડકો ઓછો થયો અને અમે વાદળમાં જ ચાલતા હતા. ઘોડા બદલાવ્યા. કારણ કે સાત ગાઉનો ટપ્પો પૂર્યો. બીજા ઘોડા ચાલી ન શક્યા, અટક્યા, મસ્તી કરવા લાગ્યા. કોચમીનને બીક લાગી. કારણકે ગાડી જરા એક બાજુએ ખસે તો પત્તો ન લાગે. જે ઘોડા હતા તે જ પાછા જોડ્યા. અમે તેટલા વખતમાં અગાડી ચાલ્યા. પણ ચડાવ ઘણો હતો. તેથી સરૂની ઝાડીમાં એક પથ્થર પર બેઠા. એટલામાં ગાડી આવી ગઈ. બીચારા ઘોડાને હજી ૧૩ ગાઉ ચાલવાનું રહ્યું. ૨૦ ગાઉ એક જ જોડ અમને લઈ ગઈ. અગાડી ચાલ્યા તો બળદની ગાડીઓ જેને અહીં કરાચી કહે છે તે સામી મળી. રસ્તો સાંકડો, બળદને અહિ રાશ રાખતા નથી, પણ જ્યારે વાળવા હોય ત્યારે એક કોરથી કોરડો મારે છે. ઈશ્વરની ઇચ્છાથી જ અમે જીવતા રહ્યા. વચમાં એક ઊંટની હાર રહી. એક કોરે કરાચી અને બીજી બાજુએ ખીણ તરફ અમે. ઘોડા ઊંટથી ભડક્યા અને ખાઈ તરફ વળી ગયા. બે બાજુએ સરૂના ઝાડની એટલી ગીચ ઝાડી છે કે નજર પણ પડે નહિ. ગાડી ખાઈમાં ચાલી. અમે જાણ્યું કે હવે રામ રામ. ઈશ્વરની ઈચ્છાથી જ સરૂનું ભાંગી ગયેલું એક ઝાડ સડકની પાસે જ હતું તેના થડમાં ગાડીનું પૈડું ભરાણું અને તેથી ખાઈ ઉપર ગાડી લટકી રહી. એક પૈડું સડક પર