પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ ]
કલાપી
 

અને બીજાં ઝાડના થડ પર. ઉતરાય પણ નહિ, કારણ કે રસ્તો ન મળે. ગાડી તો એમ જ ઉભી રહી. ઊંટ ચાલ્યા ગયા એટલે અમે નીચે કૂદી પડ્યા. ગાડી ઉપાડી સડક પર મૂકી, અને ઘોડા ચાલતા ન હતા એટલે પૈ લીધાં. ગાડી ચાલી, એટલે ચાલતી ગાડીએ બેસી ગયા. ઘોડા વારંવાર અટકતા હતા, અને અમે પાછા પઈ દઈ બેસી જતા હતા. એકા અગાડી ચાલ્યા ગયા હતા. એટલે માણસ કોઈ ન હતું. જો એ સરૂનું ઝાડ આડું ન આવ્યું હોત તો આપણે મળત નહિ. અગાડી પાછું એક ગાડું ઝાડીમાં ભરાણું. અમે ખાઈ તરફ કૂદકો મારી સડક પર પડ્યા. ઘોડે કૂદકો માર્યો. પટ્ટો તૂટી ગયો. રાંઢવું બાંધી પાછું ચાલવાનું શરૂ કર્યું. પછી તો રસ્તો બહુ જ ખરાબ આવ્યો. અમે ચાલવા લાગ્યા. પણ ચડાવમાં કેટલું ચાલી શકાય? ત્રણ ગાઉ ચાલ્યા, પછી પાછા બેઠા. કાલ તો પઈ લઈ લઈ હાથ દુઃખવા આવ્યા, અને ચાલવાથી કાઈ ગયા. મરીહીલ બે ગાઉ રહ્યું. સાત વાગી ગયા-વાદળાંઓ એટલાં બધાં થઈ ગયાં કે કાંઈ દેખાય નહિ. એક બાજુએ છ હજાર ફીટ ખાઈ હતી, તેથી મનમાં બીક રહેતી હતી. હવે ઘોડા અટક્યા નહિ. અમે અડધા કલાકમાં મરી પહોંચી ગયા. ત્યાંથી એક કેડી હતી. રામો અમને લેવા આવ્યો હતો. પણ ફાનસ તેની સાથે નહોતું. અમારો બંગલો માઉન્ટ પ્લેઝન્ટ ત્રણ ગાઉ રહ્યો. અંધારું ઘોર. મજૂર કોઈ ન મળે. રામો થઇને અમે છ માણસ થયા. અમે પેટીઓ માથે ઉપાડી. મેં મારો લખવાનો ઈસ્કોતરો માથે બાંધી લીધો, અને એક કપડાનો ગાંઠડો વાંસે બાંધ્યો . એક હાથમાં ધોકો લઈ ચાલવા લાગ્યા. અંધારી રાત, તેમાં વાદળાં, ડુંગરનો રસ્તો, સાંકડી કેડી, અને એક બાજુએ સાત હજાર ફીટ ઊંડી ખીણ. એકબીજાની પછાડી પછાડી ચાલ્યા. ગીગાવાળાના પાસવાનનો પગ લપટ્યો. ખીણમાં પડતાં માંડ બચ્યો. મારો પગ એક ખાડામાં પડ્યો. તેથી હું પણ થોડા વખત પછી પડ્યો. પાછો સામાન માથા પર સરખો રાખી ચાલવા લાગ્યા, એક કલાકે ઝડપથી