આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૪૫
મનમાં માયા, માયામાં મન :
વસમી એજ ઉપાધિ;
શોધી રહું સુખના દેશો, પણ
દુખખડકે જઉં લાધી !
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૩
નામ રૂપની વ્યાખ્યા કરવા
તું આવ્યો હું રૂપે :
નામ રૂપ સૌ જ ઈ બંધાયાં
મનને માયાકૂપે !
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૪
ઉરની ભરતી ભવ્ય ચઢાવું,
તાન ભરું તુજ તનમાં;
માયા હઠતી જાય અદ્દલ ત્યાં
હરિ હરિ રમી રહે મનમાં !
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૫