લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
કલ્યાણિકા
 




કર્મચરિત્ર

• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •


બાબા ! છોડ કર્મની છાયા ! કર્મે સહુ રંગાયા ! - (ધ્રુવ)


કર્મે પાપી, કર્મે ધર્મી,
કર્મે રંક ને રાયા;
કર્મ જ સહુને નાચ નચાવે,
કર્મે સહુ બંધાયા :
બાબા ! છોડ કર્મની છાયા ! ૧

કર્મે જડ ચેતનની લીલા,
પળપળ નવનવ માયા;
કર્મ સકળ સુખદુખ પ્રકટાવે,
ભોગી રોગી કાયા :
બાબા ! છોડ કર્મની છાયા ! ૨