પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યના ઊંડાણમાં



જ્ઞાનની સીમા એક પાસ વધતી જાય છે અને બીજી પાસ અજ્ઞાનના કિનારા પણ એટલા જ આગળ ધસી આવે છે.

વિજ્ઞાનની પકડમાં જે ન આવે એને ન માનવું એ સારુ છે, સાચું છે, પણ તે અમુક હદ સુધી જ. વિજ્ઞાન પણ માનવીનું જ ને ? માનવી કરતાં માનવીનું વિજ્ઞાન હજારગણું, લાખગણું દોડે, અને માનવીને એટલું દોડાવે. પણ એથી યે વધારે દોડવાળા ચમત્કારો નિત્ય થતા જ હોય ત્યાં માનવીનું વિજ્ઞાન પણ જૂઠું પડી જાય છે. એક સેકંડમાં એક લાખ એંસી હજાર માઈલ દોડતા તેજકિરણની વાત લોકો માને પણ નહિ. છતાં વૈજ્ઞાનિકો કહે છે કે બ્રહ્માંડમાં હજી એવાં તેજ ઘૂમી રહ્યાં છે કે જે આટઆટલું દોડવા છતાં હજી પૃથ્વી સુધી પહોંચ્યાં જ નથી ! માની શકાય છે?

એવી ને એવી સૃષ્ટિઓની લીલા ! અનંત કોટી બ્રહ્માંડો, ને પ્રત્યેક બ્રહ્માંડની નિરનિરાળી સૃષ્ટિ !—સજીવ અને નિર્જીવ ! હું ઘણું જાણું છું, સર્વસ્વ જાણું છું એવો કોઈનો ધમંડ રહે એમ નથી. હું એક વખતનો વહેમને તિરસ્કારનારો માણસ ! આજ વહેમ સામે