પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૧૯
 

હાથ મૂકી દીધા અને તેનાથી બૂમ પડાઈ ગઈ : '

'સુનંદ ! શું કરે છે ? શું બાળી રહ્યો છે?'

'મારા જીવનનું ઝેર હું બાળી રહ્યો છું

'અરે ! પણ આ તો પુસ્તકો છે !'

એક મોટી મીણબત્તી સળગાવી સામે બેસી સુનંદ કોઈ પુસ્તકો બાળતો હતો. બાળેલાં પુસ્તકનું કાજળ ચારે પાસે ઊડી રહ્યું હતું; અને જમીન ઉપર બળેલા કાગળનો થોકડો પણ પડ્યો હતો. એ બળેલા કાગળોની જ ધૂણી આશ્લેષાએ નિહાળી હતી અને નિહાળતા બરાબર સુનંદ પાસે દોડી આવી હતી.

'હા, એ જ ઝેર !'

‘તારી કવિતાઓ, વાર્તાઓ, લેખો ! આ શી મૂર્ખાઈ તું કરી રહ્યો છે?'

'જેને બાળતાં મારી આશ્લેષા ઘરમાં પાછી આવે એને બાળવામાં મૂર્ખાઈ ક્યાંથી?'

'સુનંદ ! રહેવા દે. તારી સરસમાં સરસ અપ્રસિદ્ધ કવિતાઓ.'

'હવે મારી પ્રસિદ્ધ કવિતા તું જ.'

'એટલે?'

'એટલે એમ કે હું હવે કવિતા, વાર્તા કે સાહિત્ય લખવાનો જ નથી, અને લખ્યું છે તેને બાળી નાખવા બેઠો છું.'

'કારણ.....'

'કારણ એટલું જ: કવિતા વગર ચાલશે, આશ્લેષા વગર નહિ.'

'પણ તેમાં આ લેખેલું બધું બાળવાની શી જરૂર ?'

'એ હવે ક્ષણ પણ રાખી શકાય નહિ. એ ઝેરમાંથી મેં આશ્લેષાને ગુમાવી... '

'નથી ગુમાવી... એ અહીંથી હવે ખસવાની જ નથી.'

'પણ કૉર્ટમાં છૂટાછેડાની માગણી...'

‘કૉર્ટ કંઈ કરે તે પહેલાં આપણે છેડો ફરી એવો બાંધીએ