પૃષ્ઠ:Kankavati.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આર્યોના દેવતાઓ

હિન્દુઓના વેદ પોતે જ એક રીતે તો એના વ્રતોત્સવની સ્તવનગાથા છે. આર્ય તિના પારણામાં એક દિવસ હિન્દુ જાતિ હીંચકતી હતી. પહાડોનાં શિખરો ઉપર, કિસાને તીરે અથવા સાગરને કિનારે આર્ય માનવ એક દિવસ ઊભો હતો. અચાનક ને અરણીના બે ટુકડાના ઘર્ષણમાંથી જ્વાલા ઝરતી નિહાળી, ને એણે “અગ્નિદેવ ની થના કરી; અષાઢના આસમાનનું વક્ષસ્થળ વીંધી વિધુતના સનસનાટ, મેઘમાલાના ગડાટ અને અવિરત જલધારાઓ એણે ઝરતાં જોયાં, કે તરત જ ત્યાં એણે કોઈ પર્જન્યદેવને પોતાનાં વજાયુધો વીંઝતો, યુદ્ધની રણકિકિયારી કરતો ને વિજયના ભેરીનાદ ડાજવતો માન્યો. પ્રલયના વાયરાની થપાટે થપાટે જ્યારે જલધિનાં મોજાં મહાન રાક્ષસોની માફક ઊછળી ઊછળીને આકાશ સામે ત્રાડ દેતાં એણે જોયાં ત્યારે એણે એ ઘમસાણ ગવતા ને શમવતા એક સમર્થ જલદેવતાનું અસ્તિત્વ માન્યું. સ્થળે સ્થળે ને ક્ષણે ક્ષણે કોઈ વિશાળ દેવમંડલને એણે આ સૃષ્ટિ ઉપર શાસન ચલાવતું માન્યું.


પ્રથમ પ્રાર્થના

આર્ય ડર્યો, નમ્યો અને પ્રાર્થનાએ ચડ્યો. પોતાનાં સુખદુઃખમાં, જય-પરાજયમાં ને આરોગ્ય-અનારોગ્યમાં એ અમર શક્તિઓનો હાથ હોવાની એને ભ્રમણા થઈ. અને તરત એ આર્યના પ્રાણમાં પ્રાર્થનાનું સંગીત ઉદ્ભવ્યું. પ્રકૃતિનાં રમ્ય-ભીષણ તત્ત્વોને એણે કવિતામાં આરાધ્યાં. અરુણોદયમાંથી એણે કોઈ દેદીપ્યમાન ઉષાકુમારીનાં કુંકુમ પગલાંનું આગમન ગાયું. તેજના અથડાતા ગોળાને એણે સાતમુખા અશ્વ પર સવાર થઈ ગગનવિહાર કરતા કોઈ સૂર્યરૂપે સ્તવ્યો. આર્યના કંઠમાંથી તે દિવસે કાવ્યનો પ્રથમ જન્મ ઊજવાયો.

આખરી દર્શન

ત્યાર પછી તો આર્ય દેવતાઓની કલ્પના પુરાણકાળની વિકૃતિને પણ પામી. એ યુગ પણ આવીને ઊતર્યો. પરંતુ આર્ય તપોધન તો સત્યની શોધે ચડેલો હતો, એનો આત્મા જપ્યો નહિ. દેવદેવીઓ વિશેની એની કલ્પના આછરતી આછરતી ભવ્ય બની. આખરે સપ્ટાની શોધમાં વ્યાકુલ બનીને ઘૂમતી એની આત્મદષ્ટિએ બધી અવિદ્યાનાં પડો વધી પરિબ્રહ્મનાં દર્શન કર્યા. આર્ય એકેશ્વરવાદ પર થંભ્યો. એ જ રીતે કોકેસસ પહાડની પેલી મેર પળેલા પાશ્ચાત્ય આર્યોએ પણ ગ્રીક માઈથોલોજીનું સારુંનરસું દેવમંડળ કયું ને આખરે એની શોધ ઈસુના અવર ફાધર ઈન હેવનમાં પરિણમી. એ આર્ય સંસ્કૃતિના પ્રવાસમાર્ગે પડેલી એંધાણીઓ છે. કયે કયે વખતે આર્ય પ્રજા વિકાસક્રમના કયા પગથિયા પર ઊભી હતી ને એની કલ્પનામાં એનું શુદ્ધ કે મલિન, સબળ કે નિર્બળ, ઉનત કે ભ્રષ્ટ, કેવું માનસ વ્યક્ત થતું હતું, તે દાખવનારી આ આખી સામગ્રી આર્ય-ઈતિહાસના હજારો વર્ષોના પંથ પર વેરાયેલી ને વિણાયેલી પડી છે.