પૃષ્ઠ:Kankavati.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છેભાઈ બાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈ બાપ જીવો
સૂડી વચ્ચે સોપારી
મારો ભાઈ વેપારી
ધાન ખાઉ ધૂળ ખાઉં
ભાઈ ઉપરથી ઘોળી જાઉ.

પશુપ્રેમ

બસ! વર્ષની ત્રણસો ને સાઠ સંધ્યાઓનું એક અમર વ્રત ચાલુ થઈ ગયું. એક બાજુ પ્રકૃતિનું પૂજન ને બીજી બાજુ કૌટુમ્બિક પ્રીતિઃ આભનો તારો, દરિયાનો કોઈ દીવો અને પોતાનો ભાઈ એ ત્રણેય વચ્ચે કંઈક અગમ્ય સામ્યની દૃષ્ટિ: અને સહુ ઊર્મિની ટોચે કુટુંબ માથેથી ન્યોછાવર થઈ જવાની બલિદાનવૃત્તિ એનો સમુચ્ચય એટલે વ્રત! એવું જ વ્રત આંબરડા-ફોફરડાનું, પોષી પૂનમનું કે તુલસીવ્રતનું. કન્યા સમજણી થાય કે તરત જ કાર્તિકના શુક્લ પક્ષની વહેલી પરોઢે, છતે ચાંદરડે, ઠંડા પાણીનું સ્થાન કરી, અંધારામાં ને અંધારામાં ચાર નાનાં ફળો લઈ દેવમંદિરે દોડે, અને સાથિયા કરતી કરતી પશુજીવનની ભાવપ્રદ કલ્પનાનું જોડકણું ગુંજવા લાગે:


ગાય રે ગા
તું મોરી મા
નત નિત ડુંગરે ચરવા જા
ચરી કરી પાછી વળી
ગંગાજી પાણી પીવા ગઈ
સામે મળિયો સિહ ને વાઘ
વાઘ કે મા તને ખાઉ
ના રે, ભાઈ, મને નો ખવાય
મારા છાણનો ચોકો થાય
મારા ઘીનો દીવો બળે
મારું દૂધ મહાદેવને ચડે [૧]

પશુઓ પ્રત્યેની પ્રત્યુપકારબુદ્ધિ, જીવનની વિશુદ્ધિ અને કિલ્લોલ કરતી તિતિક્ષા: એ બધું સ્વયપ્રેરિત; કશું બલાત્કારમાંથી ઉદ્દભવેલું નહિ. મોળાકત, અહલપહલી ઈત્યાદિ કુમારિકા-વ્રતોમાં પણ એ જ કૌટુમ્બિક ભાવના ને એવી કાવ્યમય કલ્પના વિલસી રહી છે. મોળાકત તો ગૌરી'નું - ગોયનું વ્રત છે. પણ ગોર્યમા'ની એ બાળ કલ્પનામાં કશું ભયંકર ઠાઠભર્યું કે કઠોર તત્ત્વ નથી. ગોર્યમા’ તો જાણે કોઈ ફોસલાવી શકાય, ખોળામાં

  1. “આંબરડા-ફોફરડા' વ્રતની અંદર આ પછીની આડંબરી અને કઠોર વૈરાગ્યભરી પંક્તિઓ અર્થશૂન્ય અને અસંબદ્ધ લાગે છે. પેસી ગઈ હશે ! કંકાવટ