પૃષ્ઠ:Kankavati.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ બંગાળી કુમારિકા-વતોને શુદ્ધ કંઠસ્થ સ્વરૂપે 'ઠાન દિદિર થલે'. (દાદીમાની બચકી') નામના પુસ્તકમાં શ્રી દક્ષિણરંજન મજમુદારે સંઘર્યા છે અને તેના પરથી બાંગ્લાર વ્રત' ('બંગાળનાં વ્રતો') નામક એક બંગાળી ગ્રંથ વિશ્વવિખ્યાત કલાધર અવનીન્દ્રનાથ ઠાકુરે લખ્યો છે. ને તેનો ફ્રેન્ચમાં અનુવાદ પણ થયો છે. એ ગ્રંથમાંથી સારભાગ અત્રે ઉતારેલ છે.

*

બંગાળનું વ્રતસાહિત્ય

અવનીન્દ્ર ઠાકુરને થયેલ દર્શન

આપણા દેશમાં (બંગાળમાં) બે જાતનાં વ્રતો પ્રચલિત દેખાય છેઃ

(1) શાસ્ત્રીય વ્રત, (2) મેયેલી વ્રત. આ “મેયેલી વ્રતના બે વિભાગ છે : (1) કુમારી- -વત જે પાંચ-છથી આઠ-નવ વર્ષની કુમારિકાઓ કરે છે; અને (2) નારી-વ્રત, જે વિવાહીત સ્ત્રીઓ કરે છે. આમાંથી શાસ્ત્રીય અથવા પૌરાણિક વ્રતો હિન્દુ ધર્મની સાથોસાથ આ દેશમાં પ્રચાર પામ્યાં છે, અને આ બન્નેથી નિરાળાં મેયેલી વ્રતો, તેમાં રહેલાં અનુષ્ઠાનો ઝીણવટથી તપાસતાં પુરાણોની પૂર્વેના સમયમાં માલૂમ પડે છે. એની અંદર હિન્દુ પૂર્વેના તેમજ હિન્દુ ધર્મન, બન્નેના સેળભેળનો ઈતિહાસ સ્પષ્ટ નિહાળી શકાય છે.

શાસ્ત્રીય વ્રત : એમાં સહુથી પ્રથમ તો સામાન્ય વિધિ જેવી કે આચમન, સ્વસ્તિ, વચન-સંકલ્પ ઈત્યાદિ આવે; પછી બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાય ને કથાનું શ્રવણ થાય. આ થઈ પૌરાણિક વ્રતની રચના.

નારીવ્રત: શાસ્ત્રીય વ્રતો અને કુમારિકા-વ્રતોની મિલાવટ કરીને રચેલાં આ વ્રતો. છે. એમાંથી વેદવિધિઓની ગંભીરતા તેમજ સજીવતાયે ચાલી ગઈ છે, લોકવ્રતોની સરળતા પણ લગભગ નાશ પામી છે, પૂજારી બ્રાહ્મણ અને સામાન્ય ક્રિયાકાંડના જટિલ અનુષ્ઠાન- ન્યાસ-મુદ્રા-તંત્રમંત્રનું જ મહત્ત્વ સ્થપાઈ ગયું છે.

કુમારિકા-વત

શુદ્ધ અસલી સ્વરૂપે તો આ વ્રતો જ રહ્યાં દેખાય છે. એમાં રંગોળી, કન્યાની જે મનકામના હોય તે મુજબની જ ચિત્રાકૃત્રિ, એના ઉપર ફૂલ ધરવું અને જો કોઈ વ્રતકથા હોય તો તે સાંભળવી, બસ એટલું જ છે. એમાં પૂજારી અને તંત્રમંત્રને સ્થાન જ નથી.

શાસ્ત્રીય વ્રતો ન તો પ્રાચીન રીતરિવાજોની ચર્ચામાં કામ લાગે, ને લોકસાહિત્યમાં લઈ શકાય, કે ન તો લૌકિક ધર્માચારનું સંશોધન કરવામાં મદદરૂપ થાય. લોક-સમુદાયની સાથે એને સાચો સંબંધ જ નથી. લોકોની રહેણીકરણી અથવા વિચારણાની છાપ જ તે વ્રતો ઉપર નથી.