પૃષ્ઠ:Kankavati.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાચાં મેલી વ્રતોમાં - તેનાં જોડકણાંમાં તેમ જ તેની રંગોળીમાં તો એક , હદયની, વિચારણાની ને જીવનની સ્પષ્ટ છાપ દેખાય છે જેવી રીતે વેદના અંદર આર્ય જાતિનું ચિંતન, એનો ઉદ્યમ ને એનો ઉલ્લાસ ખીલી નીકળતાં દેખાય , વેદના સૂક્તો અને આ મેયેલી વ્રતોનું સાહિત્ય, બન્નેની અંદર લોકસમાં આશાઓ આશંકાઓ, ચેષ્ટાઓ અને મનોકામનાઓ વ્યક્ત થાય છે અને તેથી જ બને. વચ્ચે એક સુંદર મેળ છે. નદી, સૂર્ય ઈત્યાદિ અનેક દેવતાઓ છે. તેઓને સંબોધીને આ Bયેલી વતોમાં પણ જોડકણાં બોલાયાં છે. દષ્ટાંત તરીકે, વેદયુગમાં ઉષાનું આહવાન કરતાં ઋષિએ ગાયું કે

સૂર્યની માતા, શુભ્રવણી, દિપ્તીમય ઉષા આવે છે.

અને સૂર્યને સંબોધીને લલકાર્યું કે

એના અક્ષો એને આખા જગતથી ઊંચે ઠેરવી રહ્યો છે.

વળી સમસ્ત નદીઓને સંબોધીને વેદ-કવિ ગાય છે કે

નિરનિરાળાં નીર એકત્ર મળે, અન્ય જલી પણ તેઓની સાથે આવીને ભળે, ને એ સર્વે મળી સમુદ્રના વડવાનલને પ્રસન્ન કરે.

હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રચલિત જે કૃત્રિમ, કવિત્વહીન અને આડમ્બરી સૂર્યસ્તવન છે તેની સાથે ઉપરની વેદની કવિત્વભરી વાણીને સરખાવીએઃ

નમ: નમઃ દિવાકર ભક્તિર કારન
ભક્તિરૂપે નાઉ પ્રભુ જગત-ચારન
ભક્તિરૂપે પ્રતાપ કહિલે, તૂયાપાય
મનોવાંછા સિદ્ધ કરેન પ્રભુ દેવતાય

આમાં વેદગાથાનો સૂર્ય અને શાસ્ત્રીય વ્રતોનો સૂર્યઃ બન્ને વચ્ચેનો તફાવત જોઈ શકાય છે. હવે શુદ્ધ મેયેલી વ્રતનાં જોડકણાંની અંદર સૂર્યને, ઉષાને અને નદનદીઓને કેવા ભાવે લોકોએ વર્ણવ્યાં તે જોઈએ :

સાત સમુકે વાતસ ખેલે,
કોન સમુદ્ર તેઉ તુલે.

[સાત સમુકે વાયુ ખેલે
કયો સમદર છોળ ઉછાળે !]

*

ઊરૂ રૂ દેખા જાય બડ બાડી.
એ જે દેખા જાય સૂર્યોર માર બાડી.
સૂર્યેર મા લો! કિ કર દુવારે બસિયા,
તોમાર સૂર્ય આસ્તન જોડ ઘોડાતે ચડિયા.