પૃષ્ઠ:Kankavati.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છેસુસંગત દંડ

આવા ચિતારોથી લોકવ્રતો મુક્ત છે. એમાં તો કોઈ દોષ કર્યો હોય તો તેનો દે. પણ સસંગત અને સુપ્રમાણ, ઉપર જાતાં પાછો સોહામણો, વાતદિષ્ટિએ પણ આવો રસનો હોય છે:

શિવ ને પાર્વતી ચાલ્યાં જાય છે: માર્ગે એક ખેતર આવે છે. ખેતરમાં તો બાજરાનાં તો લચી રહ્યાં છે. પાર્વતીજીએ તો એક ડૂડું તોડ્યું છે ત્યારે શિવે એમને કહ્યું છે કે હે સતી ! ખેતરના ધણીની રજા વગર તમે ડૂહું તોડયું. એટલે એક કણના સહસ્ત્ર કણ તમારે પૂરી આપવા પડશે . કે', હે મા'રાજ તે શી રીતે કરું? કે. જાવ તમે એ ખેતરના ધણીના વાંઝિયા કણબીને ઘરે દીકરી થઈને જલમ !

આ લોકવ્રતનું વાતાવરણ : લોકજીવનની રક્ષાનું જ લક્ષ્ય: એ લક્ષ્યથી રહિત કોઈને સજા નહિ. *

લોકોનું ડહાપણ

સૂર્ય-રન્નાદેના વ્રતમાં (“સૂરજપાંદડું વત': “કંકાવટી' રન્નાદેને એના પતિ સૂર્ય એકાન્તમાં આ રહસ્ય બતાવ્યું: લોકજીવનમાં પડેલા સંસ્કારો વિશેની એક ડહાપણની વાત દેખાડી: રન્નાદે પૂછે છે: ‘આપણી પડોશણના છાણાં કોણ લઈ જાય છે ?”

શાણો સ્વામી સૂર્યદેવ જવાબ વાળે છે : થોડાબોલી લઈ જાય છે, ને વત્તાબોલીને માથે પડે છે.'

આવી રહસ્યગોષ્ઠિ કોઈને કહેવાય ? કહેવાય તો લોકજીવનમાં ધડાપીટ મચી જાય ને ! રન્નાદે ન રહી શકયાં, પાડોશણને જઈ ને વાત કહી દીધી. ગાળાગાળી મચી. પછી -

સૂર્ય તો ઊગીને ઘેર આવ્યા ને,
તમે ચાડી ખાધી ને,
મને ગાળો ભંડાવી ને માટે શાપ દઉં છું ને.
તમે વૈરાના પેટમાં વાત નહિ ટકે ને,
તમે ભભડતાં ભભડતાં રહેશો ને,
સંતોષ ને સબૂરી નહીં વળે ને.

શાપ તો માત્ર એક રૂપક છે, અસલ તો એ છે માનવસ્વભાવનું જ આલેખન.

બ્રાહ્મણને રૂખસદ

શાસ્ત્રોક્ત બુધાષ્ટમીની કથા વાંચીએ છીએ તો કમકમાં આવે છે. યમરાજ સયામલા નામની સ્ત્રીને પરણ્યા છે. શ્યામલાએ વમના ઘરની કોટડીઓ ઉઘાડતાં કોટડીએ કોટડીએ પોતાની માતાને અકથ્ય રિબામણો ભોગવતી દીઠી છે. કારણ? કારણ કે આગલે જન્મે એણે બ્રાહ્મણના ઘરમાંથી ઘઉં ચોર્યા હતા! ને એ હવે છૂટે શાથી? આગલે જન્મ