પૃષ્ઠ:Kankavati.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ કાશે ઊગ્યા તારા
બોલો મુનિબાળા !

એવા કવિતા-બોલ બોલીને મૌનવ્રત છોડતી હોય છે, એમાં બાહ્મણ નથી. . . છે સોહામણી ગ્રામસંધ્યાનો ઉત્સવ. ગગનના તારલાને, ગ્રામદેવળની ઝાલરને અને આ વ્રતિનીના પ્રથમોચ્ચારણને, ત્રણેયને એ વ્રત એક દોરો પરોવે છે. ખુદ પૂજા જ એક બાલકી , બની જાય છે.

હું પૂજું બોરડી રે બોરડી
મારા વીરની ગા ગોરડી !
હું પૂજું આકડો રે આકડો
મારા વીરનો ઢાંઢો વાંકડો !
હું પૂજું પોદળો રે પોદળો
મારી સાસુ રોદળો રોદળો !

વ્રતોનાં ક્રીડાંગણો

પ્રત્યેક પૂજન કન્યાની અપ્રકટ મકામનાને પ્રકટ થવાનું ઓઠું માત્ર બની જાય. છે. ને વ્રતોનાં ક્રીડાંગણોમાં તો -

ચાંદા! ચાંદલી-શી રાત
ચાંદલી-શી રાત
ચાંદો કયારે ઊગશે રે

એમ ચાંદનીની રાહ જોવાય છે, તથા ઘોડે ચડીને આવનારો ભાઈ -

લાવશે લાવશે
મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોર

એમ ફૂલોની જ ઝંખના રમે છે.

બાકી શાસ્ત્રોક્ત વ્રતોનું તો કોઈ સરું નથી. એની સંખ્યા, એની વિધિક્રિયા, એનાં નિષેધો ને બંધનો વતની સૃષ્ટિને માનવસંસારનું એક કારાગૃહ બનાવી મૂકે છે. લોકવ્રતોની સંખ્યા અલ્પ છે; આંટીઘૂંટી ઓછામાં ઓછી છે, ને એની દુનિયા આમોદપ્રમોદ કરાવતી, ઋતુ-ઋતુના રસોની નીકો વહેવરાવતી મોકળી દુનિયા છે.