પૃષ્ઠ:Kankavati.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાવનાની ગાથા આ વ્રત કથાઓનું વિશેષ છેઆ [ 4થાઓમાં હાથ પુરાણોમાં ઉતારનાર પીરાણિકો, સાદી ભાષા અને સાદી II કાના, ગ જાતક કથાના કથાકારોના, તૉલરનાંય, મેઝિની અને માંથી જે વા , માત્માના સંદેશા ગુંથાયેલા છે. મોટાં શિષ્ટ પુસ્તકો, આત્મવાકા, કે કાળગ્રંથ છે જીવવાની કળા નથી આપતાં તે આ વ્રત કથાઓ આપતી હતી. એક એક વન જીવનની એક એક ચાવી હતી, અને આ ચાવી સ્વાભાવિક સરકારી વાતાવરણમાંથી મળી જતી હતી. ધર્મ ચરેત' એ મુદ્રામંત્ર આ વ્રતકથાનો છે.

વ્રત કથાનો કહેનારો વતી છે. જીવનમંદિરના પ્રવાસીને પ્રવાસ માટે જે દીક્ષા લેતી જોઈએ. તે વ્રત કથાની કન્યા લે છે. આજે યુવકમંડળોના સભાસદ થવા જે ફરજિયાત સેવાકાર્યનો સ્વીકાર કરવો રહે છે, તે જ વ્યવસ્થા આ વ્રતમાં છે, આ વ્રત કથાની ભાવનામાં છે.

વ્રતકથાઓ વિશાળ સંપૂર્ણ રૂપે અવલોકીએ. યમરાજાની વાર્તામાં છે તેમ 360 વ્રત છે અને તેની કથાઓ છે. તે સર્વેનાં સ્વરૂપ અને ભાવના જોઈએ, તો જીવનનો એક પ્રદેશ આમાં બાકી રહ્યો નથી. જીવનની તુયે ઋતુની, દિવસે દિવસની ઉપાસના આ વ્રતોમાં છે. સૌન્દર્યપૂજન આ વ્રતોમાં છે, એકે એક દિવસ અને ક્ષણ જીવનસાફલ્યની તૈયારી માટે અનુકૂળ છે. આજે સમાજની પુનઃરચના કરવા આપણે માગીએ છીએ, તે જમાનામાં આ વ્રતકથાઓના અભ્યાસ અને ચિંતન ઉપયોગી નીવડશે.

જીવન અને મૃત્યુની મીમાંસા : જીવન એટલે વ્રતમય જીવન. પ્રભુપરાયણ જીવન,

મૃત્યુ એટલે દુઃખ નહિ, તે તો વૈકુંઠમાં જવાનું. તે સમયે ‘ચોકમાં તુલશીનાં વન થાય, ફૂલ મહેક મહેક થાય, પગલે પગલે કંકુ વેરાય'.

કવિ ટાગોર પણ “ગીતાંજલિમાં આવું જ લખે છે.

🌿

'મા ફલેષુ કદાચન', એ ગીતાવાક્યના અવતાર જેવો ધર્મરાજાનો નિર્ણય :

એક ભાગ ધરમનો
એક ભાગ જમનો
એક ભાગ પ્રાણીનો.

આખીયે વાર્તા દાનધર્મનો મહિમા છે. મૃત્યુ પછી આવા વિકટ સ્થાનોમાંથી પસાર થવાનું છે માટે દાન કરવું જોઈએ એ ભાવ ‘ગંગાજળ' જેવાં એ બહેને રાખ્યો નથી, પણ એ તો સ્વાભાવિક જ વ્રતદાન કરે છે. ફળ તેનું મળે છે. જીવન જેટલું કલ્પનાશીલ તેટલી દાનભાવના વિશાળ. બીજું, આ બધા મૃત્યુ પછીના ભયો નથી, પણ કથાકારે મૃત્યુપ્રસંગે જીવનનું સરવૈયું કાઢચું છે.

બધીયે વ્રતકથાઓ ભેગી થાય તો આ કથાને છેલ્લી મૂકવી જોઈએ.