પૃષ્ઠ:Kankavati.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેસ રે રામ શ્રી ભગવાન,
ક્યારે લેશું હરિનાં નામ!
હર રે હૈડાંની ગોરી
ઓસડિયામાં નાખો ઢોળી.
વૈદ રે તું કુટિયો વૈદ
મોંઘાં તુલસી મોંઘાં પાન
મોંઘાં રે શ્રી રામનાં નામ
મોંઘે વરતે વરા કરો
વરતોલાં કરો,
લખ ચોરાસી ફેરા ટળો!
ફેરા ફરતાં લાગી વાર
શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર
બારોબાર દીવા બળે
શ્રી કૃષ્ણના વિવા કરે.

[પછી ફળો ઉપર ચાંદલા કરતાં કરતાં]

ટીલી રે મારી ટબક દેરાણી,
ઝબક જેઠાણી,
વરત કરો બે ઝલ દેરાણી.
મારી ટીલી આરે માસ બારે માસ
શિવજી પૂરો સૌની આશ !
સૌ નાયાં સૌ ધોયાં,
તેની બાંધો પાળ્ય
પાળ્યે પાંચ પૂતળાં ને
મંઈ બેઠા વાસુદેવજી.
મરડક મારી મૂઠડી
લે રે રામ લેતો જા
કાંઈક આશરવાદ દેતો જા,
રાણી પાસે થાતો જા,
રાણી કે'શે કા'ણી
તને ચડપ લેશે તાણી.

પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે :

કારતક ના'ય કડકડ ખાય
એનું પુન્ય કૂતરાને જાય.

[એટલેકે આ વ્રતમાં તેલમાં તળેલું
ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.]