પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૪ )

કારણ જડ્યું નહી, તથા આપેલો કોલ તોડવો એ તે વખતમાં કાંઈ ઘણું હલકું ગણાતું ન હતું, તથા અલાઉદ્દીનનો ક્રૂર તથા સ્વાર્થી સ્વભાવ તેઓ સારી પેઠે જાણતા હતા, તેથી તેઓને વખતે વખતે મરવાની દહેશત લાગ્યાં કરતી હતી. જ્યારે તેઓ આ પ્રમાણે ઉંડા વિચારમાં પડેલા હતા, તથા હવે મરીશું કે જીવતા રહીશું એ વિશે સંશયમાં હતા, તે વખતે બે માણસોએ ધીમે ધીમે પાછળથી આવીને તેઓને પાડી નાંખ્યા, અને તેઓના હાથપગ તુરત બાંધી લઈને તેઓના મ્હોંમાં ડુચા ઘાલ્યા, પોતાનો જીવ એક ક્ષણમાં જનાર છે, એમ જાણીને તેઓએ ઘણા પછાડા માર્યા, પણ તે ચંડાળો ઘણા જોરાવર હતા, તેથી તેઓનું કાંઈ ચાલ્યું નહીં. તેઓને ચત્તા પાડ્યા પછી એક બારીક ચુપ્પુની અણી- વડે તેઓ બંનેની આંખોના ડોળા બહાર કાઢી નાંખ્યા, મરવાની દહે- શતથી, અાંખ ફુટવાના દરદથી, તથા આંખમાંથી લોહીની ધાર ચાલી રહી તેની વેદનાથી, તેઓ કેટલીએક વાર સુધી તો બેહોશ થઈ પડી રહ્યા. તે વખતે પાદશાહના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મેાટા જંગીઝખાંના છોકરાના છોકરા ઊંલુઘખાંની, અહમદ હબીબની, તથા બીજા કેટલાએક હલકી પાયરીના માણસોની પણ આંખો ફોડી નાંખી.

શાહજાદાએાને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓને કેટલું દુ:ખ લાગ્યું હશે તેની કલ્પના માત્ર કરવી. જીવતા તો રહ્યા પણ તેઓની અમૂલ્ય રત્ન જેવી બે આંખ જતી રહી એ વાત તેઓને જ્યારે માલમ પડી ત્યારે તેઓ અતિ દુઃખ તથા ક્રોધને લીધે ગાંડા જેવા થઈ ગયા, અને મોટા જોરથી બુમાબુમ પાડવા લાગ્યા-“ જીવતા રાખ્યા તે આટલા સારૂ ? અરે, અાંધળા થઈને જીવવું તે કરતાં મરવું હજાર વાર સારૂં, અાંધળાનું જીવવું તે મરવા કરતાં ઘણું જ ભુંડું, મરવું તો છે જ, પછી વહેલું કે મોડું પણ જીવીને દુનિયાનો ત્યાગ કરવો, જગતના અજવાળાથી બહાર રહેવું, સૃષ્ટિની ખુબી જોવાથી બંધ પડવું, સઘળાં ભારે કામ કરવાથી અટકવું ! અરે ! એ તે જીવવું ? એ તો જીવતું મોત, અરે ! એ તો જીવતાં ભોંયમાં દટાવું ? અરે ! જીવને શરીરની કબરમાં દફન કરીને ફરવું, એ કરતાં અમને મારી શા માટે