પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૩ )

ત્યાં સુધી પોતાનું મ્હોડું બહાર બતાવતા નથી. કેટલાએક તુતક ઉપર રહે છે, તેઓ વહાણને નાળ બહાર ઘસડાતું અટકાવવાને હમેશાં તેને નબળું પાડ્યાં કરે છે, એટલે તે મેદાન પડી શકતું નથી. એ પ્રમાણેનો સંસાર છે. તેમાંની હજારો લાલચોના ફાંદામાં ન પડવાને માટે તથા તે લાલચ તરફ મન ન દોડે તેટલા માટે ઘણા માણસો દેહને કષ્ટ કરે છે. વળી દેહને અને મનને એવો નિકટનો સંબંધ છે કે જો દેહને કષ્ટ થાય તો મન પણ કષ્ટ પામે છે, અને તેમ થયાથી મોહજાળમાં ફસાઈ પડવાને તેને કદાચ અટકાવ થાય છે. એ કારણ સિવાય બીજું કાંઈ જડતું નથી, એવા વિચાર કરતો કરતો માધવ પોતાને ઘેર જતો હતો ત્યારે પાદશાહી મહેલ આગળ એક મોટો તમાશો થઈ રહ્યો હતા.

શાહજાદા ખિઝરખાંની આજ સાલગિરી હતી તેથી દરબારી કામ સઘળું બંધ હતું, તો પણ પાદશાહ તથા શાહજાદાને મુબારકબાદી આપવાને સઘળા અમીર ઉમરાવો એકઠા થયા હતા, તથા ખુદ અલાઉદ્દીન પોતાના તખત ઉપર બીરાજેલો હતો. આ વખતે રાજ્યના કારભારીએામાં કેટલોક ફેરફાર થએલો હતો, જ્યારે અલાઉદ્દીન ગાદીએ બેઠો, ત્યારે માજી પાદશાહની બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંએ રાજ્ય મેળવવાને લડાઇ ચલાવી હતી, તેમાં કેટલાએક અમીરો એ તેમને મદદ આપી હતી, તેના બદલામાં તેઓની પાસેથી ઘણુંએક દ્રવ્ય તેઓને મળ્યું હતું, તે તેઓની પાસેથી તેણે છીનવી લીધું એટલું જ નહી, પણ તેઓ સઘળાની આંખ ફાડી નાંખી, તથા તેઓની સઘળી માલમિલકત જપ્ત કીધી. એ રીતે તેણે પાદશાહી ખજાનામાં ઉમેરો કીધો પણ એટલાથી તે ધરાયો નહી. પોતાને ગાદી મળવામાં કાંઈ હરકત પડે નહી માટે તેણે પોતે પણ ઘણાએક અમીર ઉમરાવોમાં પુષ્કળ પૈસા વહેંચ્યા હતા, તે સઘળા હમણાં તેણે તેઓની પાસેથી પાછા માગ્યા, અને તેની સાથે વળી લાંચરૂશવત લોકો પાસેથી તેઓએ લીધી છે તથા સરકારની પણ મોટી મોટી રકમ ઉચાપત કીધી છે એવું તેણે કેટલાએક કામદારો ઉપર તેહોમત મુક્યું. આ કામમાં તેના વજીર ખાજાખતીરે તેને કાંઈ પણ મદદ આપી નહી એટલું જ નહી, પણ પાદશાહના આ ગેરઈનસાફ તથા જુલમની સામા