પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૨ )

ખરો, પણ તેને લાગલું જ યાદ આવ્યું જે હરપાળ તો કાલે સવારે પાટડી જાય છે, અને ત્યાંથી તે પાછો આવવાનો નથી. ફુલારાણીએ આ પણ તેની ચિંતા મટાડી, તેણે પોતાના ચાકરને બોલાવી પોતાનો રથ જોડાવી મંગાવ્યો, અને લુગડાં ઘરેણાં પહેરી તેમાં બેસી હરપાળના મહેલમાં ગઈ.

હરપાળ તે વખતે જાગતો હતો તેથી તેની મુલાકાત સહેજ થઈ. માંહેમાંહે ખબર અંતર પૂછી, અને બાબરા ભૂતને કાઢી તેને મહા વેદનામાંથી ઉગારી તેને વાસ્તે તેનો ઘણો જ ઉપકાર માન્યો. આગળ વાતચિત કરતાં જ્યારે ફુલારાણીને જણાયું કે હરપાળ બીજે દહાડે સવારે પોતાના ઈનામી ગામ ઉપર જનાર છે ત્યારે તે બોલીઃ “ભાઈ ! તું તો જાય છે, પછી મારી કોણ બરદાસ્ત લેશે ? મારાં માબાપ તો મરી ગયાં છે તે તું જાણે છે, આખા જગતમાં મારે પીહેરનો સગો તું જ માત્ર છે, માટે જ્યારે તું જઈશ ત્યારે તે તરફનું કામ કોણ કરશે ? તથા તે તરફનો વહેવાર કોણ સાચવશે ? માટે ભાઈ ! જતા પહેલાં મારો કાંઈ બંદોબસ્ત કર, મારા ખરચને વાસ્તે કાંઈ કરતો જા.” આ સઘળું સાંભળીને હરપાળ ઘણું ગુંચવાયો, પણ તે લાચાર; તે હવે શું કરી શકે ? તેણે તેને પહેલાંથી બેન કહેલી એટલે હવે સગપણનો ઈનકાર પણ કેમ કરાય ? અને તેનું વાજબી માગણું આપ્યા વિના કેમ જવાય ? માટે જીવ કઠણ કરીને ત્યાંથી ઉઠી એક કાગળ તથા લખવાનાં બીજાં સાધન લઈ આવ્યો, અને ભાલનાં પાંચસેં ગામ તેને લખી આપ્યાં, ફુલારાણી બક્ષિશનામું લઈને થોડીવાર બેસી વદાય થઈ અને કરણને કાગળ આપ્યો.

બે હજાર ગામોમાંથી પાંચસે પાછા આવ્યાં, એટલા ઉપરથી કાંઈક સંતોષ માનવા જેવું હતું ખરું, પણ પંદરસેં ગામો ગયાં તે કાંઈ થોડું નુકશાન નહતું. હવે બીજો કંઈ ઉપાય નહતો તેથી તેણે જેમ તેમ મન વાળી ફુલારાણી સાથે તે રાત કાઢી. તે વખતે હરપાળ તથા શક્તિ ઘણી ઉંડા વિચારમાં પડ્યાં હતાં. બાબરા ભૂતને કાંઈ કામ સોંપવામાં ન આવે તો તે તેને ખાઈ જાય એવી તેણે શરત કીધી હતી, માટે પાટડી જતાં પહેલાં કાંઈ એવું કામ તેને આપવું કે તેનો