પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૮)

આપી જવા જેવું છે. સારા નામવાળાનું સ્મરણ કાયમ રાખવાને વંશની જરૂર નથી, તે તો અન્ધકારમાં સૂર્યના એક કિરણની પેઠે પ્રકાશ્યા કરશે. સારૂં નામ અથવા આબરૂ એ એક મોટી વસ્તુ છે. સઘળાને તે પારસમણી મેળવવાની આતુરતા હોય છે; સઘળાઓ તે અમુલ્ય હીરો પ્રાપ્ત કરવા મહેનત કરે છે; પણ સઘળાના પ્રયત્ન સફળ થતા નથી. જેઓએ પોતાના અંગની, મનની, અથવા નીતિની શક્તિવડે જગતમાં મોટા તથા અગત્યના ફેરફાર કીધા છે તેઓનાં નામ અમર રહી ગયાં છે. વળી જેઓએ અસાધારણ કામ કીધાં છે, એટલે જેઓએ સત્યને વાસ્તે અથવા આબરૂને વાસ્તે પોતાનો દેહ અર્પણ કીધો છે, તેઓનાં નામ તેઓના દેશના અને વખતે આખી દુનિયાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાયલાં છે. જગતમાં નામ મેળવવા ખાતર મરવું કોણ કબુલ નહી કરે ? જે માણસ થોડા દહાડા વધારે દુનિયાની જંજાળ તથા ફિકર ખમવા સારૂ પોતાનું સારૂં નામ જવા દે છે, પોતાની આબરૂ ખોવાનું કબુલ કરે છે, તે ખરેખરો અધમ જાણવો; તેનાં કોઈ પણ વખાણ કરતું નથી, અને જ્યારે તે મરે છે ત્યારે જેમ વાડીમાંથી નકામા છોડવા નીંદાઈ જાય છે, અને તે છુંદાઈ જાય છે; જેમ કીડો ભોંય ઉપર ઘસડાતો ઘસડાતો ચાલતાં પગતળે કચરાઈ જાય છે, તેને કોઈ ગણતું નથી; જેમ એક પશુ જંગલમાં મરી જઇ સડ્યાં કરે છે, તેમ તે હતો જ નહીં એવો થઈ જાય છે, અને દરિયાના કિનારા ઉપરની રેતીમાંનો એક દાણો ઉડી જવાથી કાંઇ ખોટ જણાતી નથી, તેમ જગતમાં માણસની કુલ સંખ્યામાંથી તે ઘટેલો કોઈને લાગતો નથી. તેને કોઈ આબરૂ આ૫તું નથી, તેને વાસ્તે કોઈ રડતું નથી, અને તેની કીર્તિ વધારવાને કવિ તેની કવિતા બનાવતા નથી. સઘળાં માણસો આ પૃથ્વી ઉપરની ટુંકી મુસાફરીથી તૃપ્ત થતાં નથી, તેઓને ઘણાં વર્ષ પર્યંત આ દુનિયામાં જીવવાની ઇચ્છા હોય છે, અને જ્યારે તેઓ એટલી મુદ્દત સુધી જગતમાં ટકી શકતા નથી; ત્યારે થોડાં વર્ષ પૃથ્વી ઉપર ને બાકી રહેલાં વર્ષો માણસોના સ્મરણસ્થાનમાં જીવવાને પ્રયત્ન કરે છે. માણસની નજર હમેશાં ભવિષ્ય ઉપર દોડે છે, અને ગમે તેવો હલકો માણસ હોય તો પણ પોતાનું