પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૯ )

પ્રસિદ્ધ કરવું જ જોઈએ, હમણાં તે અમૂલ્ય પાણીદાર રત્ન અગાધ અંધાર મહાસાગરના ઉંડા કોતરમાં પડી રહ્યું છે તેને કોઈ ચોકસીને આપી કોઈ વીંટીમાં જડવું જ જોઈએ. હમણાં તે એક ખુબસુરત ખુશબોદાર ફુલ જંગલમાં ઉગેલું છે, અને તેની સુગંધ નકામી વેરાઈ જાય છે તેને બદલે કેઈ માળીને ત્યાં લાવી કોઈ ગોટાની વચ્ચોવચ મૂકવું જ જોઈએ. તમે તેને ઈહાં રાખીને શું કરશો ? તેની આ વયે નિરંતર તમને જ જોયાં કર્યાથી તેને સંતોષ કેમ થાય ? તમારા જેટલી વૃદ્ધ ઉમરને માણસ તે તેને યોગ્ય સોબતી શી રીતે થઈ શકે ? જ્યાં સુધી દેવળદેવી તમારી પાસે છે ત્યાં સુધી તે ટોળામાંથી જુદી પડેલી હરણી જેવી છે, પાણીમાંથી બહાર કાઢેલી માછલીના જેવી છે, જો તમે તેને પાણીમાં પાછી નહી મૂકી દો તો તે ટળવળીને મરી જશે. તમે એક પતંગને દીવા પાસેથી આધું કીધું છે તે ત્યાં રહેશે ત્યાં સુધી તેને સુખશાતા કેમ વળશે ? તમે વાડીમાંથી એક ફુલનો રોપો મારવાડનો રેતીના રણમાં રોપ્યો છે તે ત્યાં પાણી વિના કેમ ઉછરશે ? વાડીનાં ફુલોમાં રમનારી પોપટીને તમે ત્યાંથી ખસેડીને ઘરમાં મૂકી છે ત્યાં તેને ખુલ્લા તડકામાં ઉડવાને બદલે ભોંય ઉપર ચાલવાનું મળે તેથી તે કેમ રાજી થશે ? માટે મારા કહ્યા પ્રમાણે કરો. જો તમે એમ કરશો તો તમને પણ ઘણે ફાયદો થશે, તમને કદાપિ એ શરતથી તમારૂં રાજ્ય પાછું મળશે, તમને ખંડણી તો બીજા રાજાઓની પેઠે આપવી પડશે તો પણ તમે રાજા કહેવાશો; તમારૂં ગયલું સુખ સઘળું પાછું મળશે, પાદશાહ તમારા ઉપર ઘણી મેહેરબાની રાખશે, અને આવી દુર્બળ કંગાળ અવસ્થામાં રહેવાને બદલે તમે સઘળી વાતે પહેલાંના જેવા સુખી થશો. આવો વખત ફરીથી આવવાનો નથી; એક તેર વર્ષની બાળકીના બદલામાં લાખો રૂપીયા તમને મળે છે, થોડુંએક નુકશાન વેઠ્યાથી બેસુમાર લાભ થાય છે, માટે એ વાત ઉપર પાકો વિચાર કરીને જવાબ દેજો. ઉતાવળ કરવાનું કાંઈ કામ નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યારે મ્હેાં ધોવા જશો માં. તમે રાજવંશી છો, તમે કેટલાંએક વર્ષ સુધી