પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩પ )

કેટલીક વાર જોયું ત્યારે તે એવો તો ભય પામ્યો કે એક છલંગ મારી પોતાની સ્ત્રીને ઘસડીને ધર્મશાળામાં જતો રહ્યો, અને સઘળો સામાન બાંધી રાતની રાત ત્યાંથી બીજે ગામ જવાને નીકળી પડ્યો.

થોડી વાર પછી જ્યારે કરણને ભાન આવ્યું ત્યારે તેની આંખ લાલચોળ તથા ચેહેરો ગાંડા જેવો થઈ ગયો; અને તેના અંત:કરણમાં સખત ઘા લાગ્યો. દુષ્ટ ચંડાળ છોકરી તેના બાપના કીધેલા ઉપકાર ભુલી જાય, અને તેને કોઈ વાર પણ સંભારે નહી એ કાંઈ જેવું તેવું દુઃખ ન હતું. તેને વાસ્તે તેના આવા હાલ થયા હતા, અને તે વન વન ભટકતે। હતો, અને દેવળદેવી સુખમાં પાદશાહના મહેલમાં રહે, અને જરા પણ ઉદ્વેગ ધરે નહીં; વળી તેની માની સાથે વટલી જાય; અને છેલ્લે તેને ભૂલી જઈને, શંકળદેવનો પ્યાર અંત:કરણમાંથી ભુસી નાંખીને મ્લેચ્છ પાદશાહ, તેના બાપનું રાજ્ય લેનાર, તેના ઘરનું સુખ હરનાર, તેને આટલી બધી વિપત્તિમાં નાંખનારના જ છોકરા સાથે પરણે એ કાંઈ નાનીસુની વાત ન હતી. કૃતઘ્ની છોકરી ! આ દુનિયામાં કોઈ કોઈનું નથી, સઘળાં સ્વાર્થી છે, પ્યાર ફોકટ છે; સંસાર દગલબાજ છે, તથા માયા સઘળી ખોટી છે, એ વાતનો તેને હમણાં નિશ્ચય થયો, જેને વાસ્તે આટલી વાર જીવવું પ્રમાણ હતું તે સઘળાં દગો કરી ચાલ્યાં ગયાં, ત્યારે હવે દુનિયામાં દુઃખે દહાડા કાઢવામાં શું ફળ? માટે હવે નક્કી મરવું જોઈએ. એવો વિચાર કરતો કરતો તે કુંડની પાળ ઉપર ફરતો હતો. પણ મરવું એ કાંઈ સેહેલું નથી. જીન્દગીથી ગમે તેટલા કંટાળી ગયા હોઈએ અને મોત વારે વારે માગતા હોઈએ તો પણ જ્યારે યમરાજાના દૂત ખરેખર આવે ત્યારે આ દેહ કોઈને છોડવો ગમતો નથી. ત્યારે આપઘાત શી રીતે થાય ! પોતાનો જીવ પોતાને હાથે શી રીતે કઢાય ? એજ સંદેહને લીધે તે કુંડમાં એકદમ પડવાને બદલે આણીગમ તેણીગમ ફર્યા કરતો હતો. તેના મનમાં તોફાન અને શાંતિ વારાફરતી થતી હતી. જીવ જ્યારે ઉકળી આવતો ત્યારે તે પડવાની તૈયારી કરતો, પણ એટલામાં મન પાછું શાંત થતું, એટલે પાછો ફરવા માંડતો, એ પ્રમાણે કેટલીએક વાર સુધી ચાલ્યા પછી તેને એકદમ આવેશ ચઢી આવ્યો. અને તે