પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૮ )

કેટલાંએક કારણો બતાવી પાછા ઘેર જવાની રજા માગી, અને રાજા જવાબ દેવા જાય છે એટલામાં એક કટાર તે ચંડાળ સીપાઈએ રાજાના પેટમાં મારી. સારા ભાગ્યે તે વખતે શિયાળાના દહાડા હતા, તેથી રાજાએ અંદરથી રૂદાર ડગલો પહેરેલે હતો તેથી ઘા બરાબર લાગ્યો નહી, પણ તેના આચકાથી તે ભોંય ઉપર પડયો. લશ્કરમાં હાહાકાર થઈ ગયો, પણ તેઓમાંના કેટલાએક આશ્ચર્યતાથી તથા કેટલાએક દુષ્ટ ભાવથી જડભરત જેવા ઉભા રહ્યા, અને તેથી તે ખુનીને બીજો ઘા મારવાનો વખત મળ્યો. ભોંય ઉપર પડેલા રાજા ઉપર બીજો કારી ઘા પડે છે, અને તેના આવર્દાનો અંત આવે છે, એટલામાં પાછળથી તલવારનો ઝળકાટ થયો, અને તે જ ક્ષણે તે ખુનીનું માથું ભોંય ઉપર ગબડયું “વાહ ! વાહ !” “શાબાશ ” “શાબાશ” એ અવાજ એક છેડેથી બીજા છેડા સુધી ઉઠ્યો, રાજા પણ ચમકીને બેઠો થયો, અને જોય છે તો પેલો નવો સરદાર હાથમાં તલવાર લઈને ઉભો છે, અને તેનો શત્રુ જમીન ઉપર તરફડતો પડયો છે. આ સઘળું એટલી તો ત્વરાથી બન્યું કે શંકળદેવના મનને એક સ્વપ્ન જેવું લાગ્યું. તે જીવથી બચ્યો, અને તેને બચાવનાર કોણ? જે તેને ઘરડો ચીમળાઈ ગયલો દેખાતો હતો તે હમણાં જુદી જ તરેહનો લાગ્યો. તેનું રૂપ એટલું તો બદલાઈ ગયું હતું કે તે આ પૃથ્વી ઉપરનો કોઈ માણસ નહી પણ પરલોકમાંથી તેનો જીવ બચાવવાને જ અર્થે આવ્યો હોય એમ તેને લાગ્યું.

તે દહાડાથી રાજા નિરાશ થઈ ગયો. તેની બધી હિંમત જતી રહી, અને મલેક કાફુર આવે તેને ખંડણી આપવાનું તેને મન થયું. પણ હવે તેનો સલાહકારક જુદો હતો. જેણે તેનો જીવ બચાવ્યો તે તે દહાડાથી તેનો ઘણો માનીતો થઈ પડયો હતો. તેને પોતાથી ઉતરતો જ હોદ્દો આપ્યો હતો. તેની પાસે તે નિરન્તર રહેતો હતો અને તેના ઉપર રાજાનો એટલો બધો પ્યાર બંધાઈ ગયેા હતો, તથા તેના વિચાર તથા મસલતને તે એટલું બધું માન આપતો હતો કે તેને