પૃષ્ઠ:Karanghelo.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૧ )

કેટલીએક વાર પછી તેઓએ ન્યાયાધીશને જાહેર કીધું કે “ખુદાવંદ! જો લઢાઈ ઉઠાવનાર આ હાજર કીધેલા મુસલમાન ન હતા, તો લઢાઈમાં પહેલા સામેલ થનાર અમે પણ ન હતા. જે પ્રમાણે મારામારી થયા પછી તે લોકો આવ્યા હશે તે પ્રમાણે અમે પણ પછવાડેથી આવ્યા હતા; માટે તેઓના કરતાં અમારો અપરાધ શા કારણથી વધારે છે એ અમારાથી સમજાતું નથી.” ન્યાયાધીશથી એ કારણ બતાવી શકાય એવું નહતું, તેના ધર્માંંધપણા સિવાય બીજું કાંઈ પણ કારણ નહતું, પણ તે કારણ તેને પૂછવાની એ લોકોએ હિંમત ચલાવી એટલા જ ઉપરથી તે કોપાયમાન થયો, અને જુસ્સામાં બોલી ઉઠયો કે “તમે પહેલી લડાઈ શરૂ કીધી કે નહી તેની તજવીજ કરવાની મારે કાંઈ જરૂર નથી, તમે લડાઈમાં સામેલ હતા, તેથી તમારા હાથથી મુસલમાન લોકોના જીવ ગયા એટલો અપરાધ બસ છે, અને એટલા જ ઉપરથી તમને જે શિક્ષા કીધી છે તે તમને જોઈએ તે કરતાં ઓછી છે. માટે તેઓને જલદીથી લઈ જાઓ, અને સજા અમલમાં લાવી મને તુરત ખબર આપો.” એવો તેણે તેના માણસોને હુકમ આપ્યો, તે બિચારા હિંદુઓને વધારે બોલવાનો વખત મળ્યો નહીં તેઓને ઘસડીને અદાલતની બહાર લઈ ગયા, અને જે દહેરા આગળ તે હુલ્લડ થયું હતું ત્યાં તેઓને ઉભા રાખી પચીસ હિંદુઓને માટે પચીસ ખાડાઓ ખોદાવ્યા,

એ ઠેકાણે જે ભયંકર બનાવ બન્યો તેનું યથાસ્થિત વર્ણન કરવું અશક્ય છે, ત્યાં દુષ્ટ અને લોહીના તરસ્યા હલકા મુસલમાનોનું ટોળું મળેલું હતું. તેઓ સઘળા રાક્ષસની પેઠે આનંદભેર દેખાતા હતા. તેઓએ પથ્થર, ઇંટ, સડેલાં ઈંડાં વગેરે ઘણુંએક ફેંકવાની વસ્તુઓ તૈયાર રાખેલી. હતી. તે દુષ્ટ ચંડાળોમાં તેઓના ધર્માંધપણાને લીધે ઈનસાફ કે દયા. કાંઈ પણ જણાતી નહતી, પણ તે બિચારા નિરપરાધી હિંદુઓનું આ ભયંકર મોત જોવાને ગીધ તથા રાની પશુની માફક ઉમંગથી ઉભા હતા. ત્યાં હિંદુઓ તો કોઈ જ આવ્યા નહીં. માત્ર તે પચીસ અભાગિયા લોકોનાં બઈરાંછોકરાં તથા સગાંવહાલાં તેઓને છેલ્લીવાર મળવાને આવ્યાં હતાં, પણ મરતી વખત આ દુનિયામાં જે વહાલાં હોય છે તેઓની મુલાકાતથી જ મરનારને થોડું સુખ થાય છે તે સુખ પણ તેઓને મળ્યું