પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૧૧૨
કથાગુચ્છ.


ચમ્પાના ગયા પછી મ્હને પૃથ્વી સૂતી લાગવા માંડી. હેના આવવાથી મ્હારા પ્રાણમાં જે સુગન્ધ, સૌંદર્ય, કામળ તરૂણુતા અને ઉજ્વલતા ભરાયાં હતાં તે હૈની સાથેજ જતાં રહ્યાં. આધારને માટે મ્હે ચારે તરફ હાથ ફેલાવ્યા, પણ હાય ! કાંઈ ન મળ્યું, મ્હારા પતિ આવીને હર્ષ પ્રકટ કરવા લાગ્યા કે “ હાશ એ લાકેાના જવાથી બહુ સારૂ થયું. હવે કામકાજને માટે પુરસદ મળશે. ધિકાર છે મ્હારા જીવનને ! મ્હારે માટે આટલી બધી ચતુરાઈ ! હું શું સત્યથી ખીરું છું?!! હું શું કાઇ ચારના ભય માનું છું ?? મ્હારા પતિને શું ખબર નહિ હોય કે જ્હારે હૈ મ્હારાં નેત્ર! આપી દીધાં તે વખતેજ મ્હે સર્વ સુખને તિલાજંલિ આપી દીધી હતી?! 27 અત્યાર સુધીમાં મ્હારી અને પતિની વચ્ચે મ્હારી અન્ધતાનુંજ અન્તર હતું. આજથી એક ખીજાં વ્યવધાન થઈ ગ્યું. મ્હારા પિત અત્યાર લગી ભૂલથી પણ કાઇ દિવસ મ્હારી આગળ ચમ્પાનું નામ લેત નહાત. જાણે કે હેમને માટે ચમ્પા સંસારમાંથી સંપૂર્ણ લુપ્ત થઇ ગઇ છે. પરન્તુ પત્રારાએ હૈના સમાચાર હંમેશ મેળવતા હતા એ હું ખરેખર જાણી ગઇ હતી. મ્હારા પતિનું હૃદય મ્હારે જુલ થતું ત્હારે તરત હું પણ હેના અનુભવ કરતી. કયે દવસે એમને સમાચાર મળ્યા છે કે કયે દિવસે નથી મળ્યા એ વાત મ્હારાથી છાની રહી શકતી નહિ. મ્હારા અન્ધકારમય હૃદયમાં જે ઉન્મત્ત, સ્વેચ્છાચારી, સુન્દર, પણ ન્હાને પ્રકાશિત તારા ઉદય પામ્યા હતા હેતી ખબર મેળવવાને, હૈની કાયા આલેાચવાને માટે મ્હારા પ્રાણ પણ તૃષાતુર રહેતા; પરન્તુ મ્હારા પતિ આગળ હું કદાપિ ચમ્પાનું નામ લઇ શકતી નહિ. હમારી બેની વચ્ચે વાય અને વેદનાથી પરિપૂર્ણ આ મૂકભાવ એટલા રૂપમાં વિરાજવા લાગ્યા કે કેટલાક દિવસે એમજ વીતી ગયા. એક દિવસ દાસી આવીને એલીઃ-માર્કેજી.