પૃષ્ઠ:Kathagutch.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજ્ઞાન અને વિજ્ઞાન.


થોડે દૂર ગયા એટલે હાર્વીએ કહ્યું “જો પેલું મ્હારૂં ઘર દેખાય છે. એ બગીચાની ચારે તરક઼ જે મકાનો દેખાય છે તે મ્હારા મિત્રોનાં છે. મ્હેં મ્હારા ઘરમાંથી એ બધાના ઘરોમાં ટેલીગ્રાફ લગાડી દીધો છે. જ્ય્હારે કોઈ દિવસ કામ પડે છે ત્ય્હારે તારથી મ્હારા મિત્રોને બોલાવું છું. એ લોકો આવીને મ્હારી સાથે શેતરંજ રમે છે. નહિ તો બીજા કોઇને પૂછાવું છું કે ‘ચલો, આજ આપણે શીકાર ખેલવા જઇએ.’

એટલામાં હમારી ગાડી ઝાંપાની પાસે આવી પહોંચી. હાર્વીએ ગાડીને રાકી. ઝાંપો બંધ હતો. એ ઉઘાડવાને માટે હું ગાડીમાંથી નીચે ઉતરવા જતો હતો પરન્તુ હાર્વીએ મ્હેને રોક્યો. ઝાંપો એની મેળેજ ઉઘડી ગયો. આશ્ચર્ય પામીને મ્હેં કહ્યું વાહ, વાહ, આ તો બહુ મઝાની વાત.’

હાર્વીએ કહ્યુ ‘કેમ, આ ત્હારી સમજમાં ન આવ્યું ? ! ઝાંપાની બહાર દસ બાર હાથ લોઢાનું મજબૂત પતરૂં છે. ત્હેના ઉપર ગાડી ચ્હડી એટલે એ થોડુંક નીચું દબાઈ ગયું. એ પતરાની સાથે જમીનની નીચે થઇને ઝાંપાના નીચલા ભાગની સાથે એક સાંકળ લાગેલી છે. જ્ય્હારે લોઢાનું પતરૂં નીચે નમી ગયું ત્ય્હારે કળ ઝાંપાના નીચલા ભાગથી છુટી ગઈ. ઝાંપામાં કમાન છે, તેથી તે પોતાની મેળેજ ઉઘડી ગયો. અંદર પણ બરોબર એવીજ રીતે લોઢાનું મજબૂત પતરૂં રાખેલું છે. એના ઉપર ગાડી આવ્યાથી ઝાંપો પાછો બન્ધ થઇ જાય છે. મ્હેં કહ્યું ‘આવું તો મ્હેં કોઇ દિવસ જોયું નહોતું. દરવાન તો ત્હારે રાખવોજ નહિ પડતો હોય !

ગાડી પોર્ટિકો (સાયબાન)ની નીચે જઇને ઉભી રહી, ને મ્હેં જોયું તો એક સાઈસ (ઘોડાવાળો) ઉભો છે અને નોકર અંદરથી કમાડ ઉઘાડે છે. હાર્વીએ કહ્યું ‘જુઓ, મ્હેં કાઇને બોલાવ્યા નહોતા પણ એ લોકો પોતપોતાના કામને માટે આવી પહોંચ્યા. ઝાંપો ઉઘાડવાના