પૃષ્ઠ:Kathagutch.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
કથાગુચ્છ.


આમ વિચાર કરીને મ્હે એક કાગળપર લખ્યુંઃ—‘હું વગર કહે ચાલ્યા જાઉં છું. હમારે ખાટું ન લગાડવું. મ્હારા સંબધમાં કોઈ કાંઈ કહે તે! મધું ખાટું સમજજો. લંડન પહેાંચીને પત્રમાં બધા સવિસ્તર સમાચાર લખી મેકલીશ. ૧૬ મેજ ઉપર કાગળ રાખીને ધીમે ધીમે કમાડ ઉધાડી, પગરખાંના અવાજ ન થાય, તેથી હેમને હાથમાં લઈ લીધાં અને સીડીની નીચે ઉતર્યાં. ખારણું સ્વામેજ હતું. ભારણા ઉપર લીલા રંગની સાટિનના એક પાદો લટકી રહ્યા હતા. હૈને ખસેડી કમાડાને મ્હે ધક્કા માર્યા. પરન્તુ તે અંધ જણાયું. ઉલાળાને ફેરવવાથી તે ઉધડી શકે છે એમ વિચાર કરી જેવા હું ઉલાળા પકડવા ગયા એટલે તરતજ –આ ઉ~ઉ—ઉ—ઉ~મ મ—રી–ગયેા–હાય ! હાર્વીની ચાર કલમાં હું ફસાઈ ગયા. જમણા હાથથી મ્હે ઉલાળા પકડયે હતા તેથી હેંણે પણ મ્હારા એ હાથને જોરથી પકડી રાખ્યા. હે હેને છેડયેા. પણ તેણે મ્હારા હાથ ન છેડયા. પેડર્ટ મેન્ટાને નીચે મૂકીને ડાબે હાથથી હું જમણા હાથને છોડાવવા ગયેા. પણ એ પણ પકડાઈ ગયા. બન્ને હાથ પકડાઈ ગયા. ડેવલ હાથાનીજ યુન્ત્રણા હેાત ! હું સહન કરી લેત, પરન્તુ આ તે મ્હારા આખા શરીરને વિજલીના ધક્કા ( Galvanic shock ) લાગવા લાગ્યા. ' એકાએક મ્હારૂં શરીર ધ્રુજતું અંધ થયું. હું અધમુઓ થઈ જઈ પાસેની એક બેન્ચ ઉપર એટે. સ્પામે જોયું તે હાવી ઉભા છે, મ્હારી દારૂણ સ્થિતિ જોઇને હેમણે પૂછ્યું હમે ચાર કલમાં કેવી રીત્ય આવી ફસાઈ ગયા ? ” હે હાંતે હાંકતે ઉત્તર દીધે! હું ઘેર જતા હતા. આખી રાત ઘણું દુ:ખ ભાગવ્યું પરંતુ આતા એ બધા દુઃખાને માથે ચડે એવું છે. અરેરે! હું તે અધમુઓ થઈ ગયા છું. હવે તે બારણાં ઉધાડી દો. હું ચાલ્યેા જાઉં. r