જે ટ્રન્ક સાથે લેવાના વિચાર રાખ્યા હતા તે ટ્રેન્ક પણ હાંજ રહેવા
દીધી; અને દીન વેશે, પહેરે કપડે, રાતે રાતે જઈને માતાને પ્રણામ
કર્યાં અને કહ્યું ‘ખા, હું જાઉં છું.’
માએ કહ્યું ‘ આવા વેશે સાસરે જાય છે? ચાલ હેન, હને
ધરણાંગાંઠા પહેરાવીને શણગારૂં.’
લલિતાએ કહ્યું ‘ ના ખા; હને ખબર નથી. એમને ઠાઠમાઠ
પસંદ નથી. મ્હને રાષઁવ ગયેલી જોઇને એ સ્ફીડાઈ જશે. ગરીમ
માણસની પેઠે સાદાઈથી જવું એજ સારૂં છે ’ એમ કહીને એણે ખરી
વાત માતાથી છુપાવી.
૪૫
ગગા શેઠાણી હમજ્યાં કે મહા મહેનતે કન્યા એના પિતાને
મનાવી શકી છે. તેથી પુત્રીના વિયાગથી હૈયું ફ્ાઢી જતું હાવા છતાં
પણ ધીરજ ધરીને, કન્યાને છાતી સરસી ચાંપીને, ચુંબન કરીને,
સ્નેહાશીર્વાદ પૂર્વક, સાસરે જવાની રજા આપી.
લલિતા, નાકરને સાથે લઇને પતિને મળવા મી. દલાલને ઘેર ગઈ.
મનમાહન લલિતાને લઇને પેાતાને ગામ ગયા. હેની મા પુત્ર-
વઘ્ને અલકાર વગરની જોઇને ભવાં હડાવીને ખેાલી ઉઠી હાય !
મા ! મ્હોટા શેઠિયાની છોકરીના આજ શણગાર કે ? હમે કાંઇ ચાર
લુટારાં નથી કે એની છેકરીનાં ઘરેણાં ઉતારી લેત. હમે ગરીબ એટલે
કાંઈ ગણતરીમાં જ નહિ કે? હમારા પણ એક વખત સારા દહાડા
હતા. હમારે વ્હાંએ બધી સાઘુખી હતી. પણુ મુને આમ સાવ
નાગીભૂખી માકલતાં શરમ ન આવી?
ચૂપ રહે હવે-એતા જાણી જોઇને ઘરેણાં લાવી નથી. કહે છે