ગાજરની પીપી વાગી તાંહાં સુધી વાગી ને પછી કરડી ખાવી.
ગાડી તલે કુતરું ચાલે જાંણે હું જ ભાર તાંણું છું.
ગાએ ગલ્યું રતન.
ગાંમ ગઉં સુતું જાગે.
ગાય ઊપર પલાંણ.
ગાંમમાં પેસવાના સાંસા અને પટેલને ઘરે પાંણી મુકાવજો.
ગાળ ખાધે ગુમડાં ન થાઅ.
ગાડરીઓ પરવાહ (એક ખાડામાં પડે તો સઘળાં પડે)
ગાંમ વચે રહીને પોતાનું ઘર ન બલાઅ.
ગાડી દેખીને થાક લાગે.
ગાઅનેં દોઈને ગધાને પાઅૂ .
ગાઅ વાલે તે ગોવાલ.
ગુરૂથી ચેલા આગલા.
ગોકુલ ગાંમનો પેંડો ન્યારો.
ગોદડે ગાંઠ.
ગોલાને દરબાર ઢીંચણ સાંમો.
ગોલે મરે એને વીખે ન મારીએ.
ઘઊંની કણક કેલવે તેમ કેલવાઅ.
ઘર પરમાણે મોભ.
ઘર જાણે પાડોશી ને કુલ જાણે વેવાઈ.
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઊપાધીઆને આટો જોઈએ.
ઘર બાલીને તીરથે કોણ કરે.
ઘરની ફુટે શત્રુ ફાવે.
ઘંટીના સો ફેરા ને ઘંટાનો એક ફેરો.
ઘાંચીનો બળદ વીશ ગાઉ ચાલે પણ ઘેરનો ઘેર.
ઘાંચીને લુગડે ડાગ ન બેસે.
ઘોના દરમાં હાથ ન ઘાલવો.
નકટીનો વર જોગી.
નકટા દેવનેં શરડક પુજારા.
નરમદાનાં કંકર એટલા શંકર.
નવ સાંધે તહાં તેર તૂટે.
પૃષ્ઠ:Kathan Saptashati.pdf/૭
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે