પૃષ્ઠ:Kathan Saptashati.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નવરો સલાટ પથરા ભાગે.
નવી જીણસ નવ દહાડા.
નહીં ઝાડ તહાં એરંડો રૂંખ.
નહીં ત્રણમાં નહીં તેરમાં અનેં નહીં છપનના મેલમાં.
ન રહે આપ તો શું કરે માનેં બાપ.
નંદ કલાથી દઈવ નાસે.
નાક કાપીનેં કોણ અપશુકન કરે.
નામારથી ધોલો તે કોહોડીઓ.
નાગો થઈને ચંદરવા કોણ બાંધે.
નાગાની ગાંડે બાવલીઓ ઊગો તો કે મારે છાંઓ થયો.
નાગી પહેરે થાપણું અને ભૂખી ખાએ બી.
નાચનારીને આંગણું વાંકું.
નાતીલા અને સંપરદા.
નીમાજ પડદે મશીદ કોટે વલગી.
નીલકાનું શરૂ દેવગાણું.
નીરબંધી ન્યાતમાં પંદર પટેલ.
ચઊદમું રતન માર.
ચક્ષુએ ચોપડવા તેલ નહીં ને ડેલીએ દીવા કરો.
ચતુર કાગડો હાડકા ઊપર બેસે.
ચડે તે પડે ને ભણે તે ભુલે.
ચીંથરેં વીંટુ રતન.
ચીભડાના ચોરને અડબોથનો દંડ (ફાંસી ન દેવાઅ)
ચાલતા બલદને આર ન ઘોચે.
ચોંટીઓ લીધે વેર ન વલે.
ચોરમાં ચોર પડીઆ.
ચોરને ચાંદણી ન ગમે.
ચોરને માથે શીંગડાં ન હોએ.
ચોરની મા કોઠીમાં પેશીને રૂવે.
ચોરી કરૂં નહીં કરૂં તો સરકારનો ગુનેગાર છું.
છગન મગન તો સોનાના અને ગામનાં છોકરાં ગાંશના.
છછુંદરના છએ સરખાં.