આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાં રે માળી રોવે
હાં હાં રે માળી રોવે,
વાદળની સામે જોવે રે
પીપર સૂકી.
હાં રે પીપર તરસી
હાં હાં રે પીપર તરસી,
એને કોઇ ન રેડે કળસી રે
પીપર સૂકી.
હાં રે પીપર તરસી
હાં હાં રે પીપર તરસી,
મેહુલિયે ધારા વરસી રે
પીપર સૂકી.
હાં રે પીપર કોળી
હાં હાં રે પીપર કોળી,
જાણે અમૃતમાં ઝબકોળી એ
પીપર કોળી.