પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

८३–इसिदासी (ऋषिदासी)

જ્જયિની નગરીમાં એક સદાચારી પ્રતિષ્ઠિત અને ધનવાન વેપારીને ઘેર એનો જન્મ થયો હતો. એ પિતાની એકની એક કન્યા હોવાથી પુષ્કળ લાડમાં ઉછરી હતી. પિતાએ એને ઊંચા પ્રકારનું શિક્ષણ પણ આપ્યું હતું. એક સમયે સાકેત નગરના એક વણિકે એના પિતાને ઘેર જઈને એનું માગું કર્યું. ગુણવાન વર જોઈને ઈસિદાસીના પિતાએ પ્રસન્નતાપૂર્વક એનું લગ્ન કરી દીધું. ઈસિદાસી સાસરે ગઈ. પિતાને ઘેરથી મળેલા સારા શિક્ષણને લીધે તે દરરોજ સવારસાંજ ભક્તિપૂર્વક સાસુસસરાને પ્રણામ કરતી. એમની સેવાશુશ્રૂષા કરતી તથા ઘરનું બધું કામકાજ કરતી. દિચેર, નણંદ વગેરે બીજાં સગાંઓ ઉપર પણ સ્નેહ રાખતી અને તેમને પોતાની પાસે બેસાડીને લાડ લડાવતી. ઘરમાં જે અન્ન હતું, તેમાંથી ભિક્ષુક, અભ્યાગત વગેરે જેને જે કાંઈ આપવાનું હોય તે રીતસર આપતી. સવારના પહોરમાં વહેલી ઊઠી ઘરનું કામકાજ કરી નાહીધોઈને ઝટપટ પતિની પાસે જતી અને તેને સંતોષવાનો પ્રયત્ન કરતી. દાસીની પેઠે પતિની આગળ દાતણપાણીની સામગ્રી, તેલ, આરસી વગેરે મૂકતી અને પોતાને હાથેજ પતિને સજાવતી. એકના એક પુત્રની માતા પોતાના પુત્રને જેટલાં લાડ લડાવે, તેટલાંજ લાડ એ પૂર્ણ મમતાપૂર્વક લડાવતી. પાતાને હાથે સ્વાદિષ્ટ ભોજન રાંધીને પતિને જમાડતી અને તેમનાં વાસણ પણ માંજી નાખતી. કોઈ દિવસ પતિની સાથે ઉચ્ચ સ્વરે બોલતી નહિ. દાસીની પેઠે રાતદિવસ તેની સેવામાંજ નિમગ્ન રહેતી; પરંતુ આ જન્મમાં સુશીલ પ્રતિવતા અને વિદુષી હોવા છતાં પણ સાતમા આગલા જન્મમાં એણે વ્યભિચારનો મહાદોષ કર્યો હતો. એ ગંભીર પાપનું પ્રાયશ્ચિત્ત સ્ત્રી કે પુરુષ બન્નેને જન્મજન્માંતર સુધી કરવું પડે છે. એ