પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
કિસાગોતમી



તું એક તોલો કાળી-છડ્યા વગરની–રાઈ લઈ આવે તો હું તારા છોકરાને જીવતો કરૂં; પણ એક શરત છે. એ રાઈ એવા ઘરમાંથી માગી આણવી જોઈએ કે જે ઘરમાં મા, બાપ, છોકરો, છોકરી, દાસદાસી, ભાઈબહેન કોઈ ન મરણ પામ્યું હોય, શોકાતુર ગોતમી એ વખતે ભગવાનના કથનનું આધ્યાત્મિક રહસ્ય સમજી નહિ. એ ભોળીએ શું કર્યું તે એના શબ્દોમાં જોઈએ.

(ગરબી)

“નાથ ! ભટકી હું ઘેર ઘેર, ઉટજ[૧] ઉટજમાં રે,
આ વનમાં અને ઠેર ઠેર નગર મારગમાં રે;
દાબી હઈડા સરીસો બાળ, બન્યો શીત અંગે રે,
માગતી દીન હું દ્વાર દ્વાર, વ્હીલી સુખ ભંખે રે.
કોઈ આપશો તોલો રાઈ, કાળી, હું વીનવું રે,
આણી હૃદય દયા ઓ ભાઈ ! કરમ્યું ફૂલ ખીલવું રે;
અને હૂતી જે’ને જેને ઘેર, સર્વેએ આપી રે.
રંક જન પર રંકની મહેર નિરંતર વ્યાપી રે.
પણ પૂછ્યું મેં જેણી વાર–કદી આ ઘરમાં રે;
ભાઈ ! કોઈ મૂંઉં ? નર, નાર, કે બાળ ચાકરમાં રે ?
મળ્યો ઉત્તર તરત – ‘બહેન શી વાત આ પૂછે ?
ઘણાં વહ્યાં મરણને વ્હેણ, રહ્યાં અલ્પ પૂંઠે રે.
ભરી શોકે દઈ આભાર દઈ રાઈ પાછી રે;
ચાલી આગળ બીજે દ્વાર, વિનંતિ યાચી રે,
પણ ત્યાં પણ ઉત્તર મળિયો: ‘રહી આ રાઈ રે,
પણ દાસ હમારો પડિયો મરણમાં બાઈ રે.
કોઈ કહે વળી–‘લ્યો આ રાઈ,પણ આ સદનમાં રે;
ગૃહ નાથ ગયો છે બાઈ અકાલ મરણમાં રે !”
કોઈ કહે ‘રાઈ આ જે’ણે વાવી તે વર્ષા વિરામે રે,
હજી લણવા વેળ નથી આવી,ને પહાંચ્યો સ્વધામે રે.”

આ પ્રમાણે આખા ગામમાં ફરીને એવું એક પણ ઘર નહિ દીઠું કે જે ઘરમાં મૃત્યુનાં પગલાં ન થયાં હોય. ત્યારે ગોતમી નિરાશ થઈને બીજે દિવસે ભગવાન બુદ્ધની પાસે ગઈ. ભગવાને પૂછ્યું: “કેમ, કિસાગોતમી ! મેં કહ્યું હતું એવી રાઈ લઈ આવ્યાં

કે ? ગોતમીએ પોતાનો સઘળો વૃત્તાંત કહી સંભળાવીને જણાવ્યું કે,


  1. ઉટજ–ઝૂંપડું.