પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



તે પ્રમાણે ઐહિક સુખને વળગી રહેનારા લોકો જન્મમરણના ફેરામાં પડે છે; પણ અનપેક્ષી લોકો એ પ્રવાહમાંથી પાર ઊતરીને પ્રવજ્યા ગ્રહણ કરીને કામથી ઉત્પન્ન થનારા સુખનો નાશ કરે છે.” ત્યાર પછી અર્થ, ધર્મ, નિરુક્તિ અને પ્રતિભાન એ ચાર પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત કર્યા. ‘પટિસંભિદા શાસ્ત્ર’માં પૂર્ણ સાક્ષાકાર થયા પછી તેણે ‘અર્હંત્’ ૫દ પ્રાપ્ત કર્યું અને બુદ્ધદેવની ઈચ્છાનુસાર પ્રવજ્યા લેવા સારૂ પતિની આજ્ઞા મેળવવા ગઈ.

રાજા તેને જોતાંજ સમજી ગયો કે, રાણી ‘અર્હંત્’ પદને પામી છે, છતાં પૂછયું: “કેમ, બુદ્ધદેવનાં દર્શન કરી આવ્યાં ?”

રાણીએ કહ્યું: “આ૫ ભગવાન બુદ્ધનાં દર્શન કરવા વારંવાર જાઓ છો, પણ તે ઉપરચોટિયાજ. મેં તેમનાં દર્શન પૂર્ણરૂપે કર્યાં છે અને આપના કરતાં વધારે સારી રીતે એમને ઓળખી શકી છું, મહારાજ ! મને પ્રવજ્યા લેવાની રજા આપો.”

કેવો પરીક્ષાનો દિવસ ! અસાધારણ રૂપવતીને સ્નેહાળ પતિનો સદાને માટે ત્યાગ કરવાનો પ્રસંગ છે ! રાજાએ “દેવી, ઘણું સારૂં” કહી તરતજ રજા આપી અને એક સોનાના મ્યાનામાં બેસાડીને ભિક્ષુણી સંઘના નિવાસસ્થાનમાં મોકલી આપી. બુદ્ધદેવે તેના ગુણની પરીક્ષા કરીને ‘મહાપ્રજ્ઞાવર્તી’ની ઉપાધિથી તેને વિભૂષિત કરી.

થેરી થયા પછી પણ અસાધારણ રૂપલાવણ્યને લીધે તેને કુમાર્ગે લઈ જવાના ઘણા પ્રયત્ન પાપીઓ તરફથી થયા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની લાલચમાં ફસાયા વગર એણે શુદ્ધ બ્રહ્મચર્યયુક્ત સાત્ત્વિક જીવન ગાળ્યું હતું.

થરી ગાળામાં ૧૩૯ થી ૧૪૪ સુધીના શ્લોક તેના રચેલા છે. બુદ્ધદેવે તેની ગણના આદર્શ ભિક્ષુણીઓમાં કરી છે.