પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૮૬


હોય, અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર, કે નથી તારા. ભયંકર કેાઈ સ્વપ્નસમી ઘન- ઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. અાંહીં, આવા લોકમાં તમે કાં આવ્યા, પ્રભુ ?

પ્રેતો : સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયા, આનું નામ નરક- પુરી. દૂર દૂર આંહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસરાત અહીં થઈને જ ચાલ્યા જાય છે. એના રથનાં પૈડાંનો ઘરઘરાટ અમારા કાનમાં અથડાય, અમારી અાંખોમાં એ જોઇને ઝેર વરસે, અમારી નીંદ કયાંયે ઊડી જાય. નીચે નજર કરીએ તે ધરતીનાં લીલૂડાં વન દેખાય, સાત સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય, હાય રે ! સાગર ગાયા જ કરે.

પુરોહિત : વિમાનમાંથી નીચે આવો હે રાજા !

પ્રેતો : આવો, આવો, ને પલવાર અમારી પાસે રોકાઓ. અમ અભાગીની એટલી આજીજી છે, ઓ પુણ્ય- શાળી ! તાજા ચૂંટેલા ફૂલ પર ઝાકળનાં બિન્દુ બાઝયાં હોય, તેમ તમારે શરીરે પણ સંસારનાં આંસુ હજુ ચોંટી રહ્યાં છે. પૃથ્વીનાં ફૂલેાની, વૃક્ષોની ને માટીની સુવાસ હજુ તમારા દેહ પર મહેકી રહી છે; પ્યારા સ્વજનોના સ્નેહની સુગંધ પણ હજુ તમારે શિરે મઘમઘે છે; ઋતુયે ઋતુના મધુરા રંગો પણ તમારા મોં ઉપર હજુ રમી રહ્યા છે, હે રાજન્ !