પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૯૦


માનનારો હું—હું પોતે રણવાસમાં પહેાંચ્યો. એકાદ ફૂલને સો સો ડાળીઓ વીંટળાયેલી હોય, તેવી રીતે એ કુમારને ઘેરીને સો સો રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જેતાં તો બાલક હસ્યો, ને નાના બે હાથ લંબાવ્યા; કાલી કાલી ભાંગી તૂટી બોલીમાં જાણે કાલાવાલા કરતો હોય ને, કે 'લઈ જાઓ, આ માતાએાના બંદીખાનેથી મને બહાર ઉપાડી જાઓ. મારું નાનું હૃદય રમવા માટે તલસી રહ્યું છે.'

હસીને હું બેાલ્યો : 'આવ મારી સાથે બેટા, મમતાનાં આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉ.' એટલું કહીને, બલાત્કાર કરી, માતા- એના ખેાળામાંથી એ હસતા કુમારને મેં ઝૂંટવી લીધો. રાણીએ મારા પગમાં પડી, મારો માર્ગ રોક્યો, મહા આક્રંદ કરી મૂકયું. હું તો ઝપાટાભેર ચાલ્યો આવ્યો.

જ્વાળાઓ સળગી ઊઠી. રાજા તો પથ્થરની પૂતળી સમા ઊભા રહેલા. એ કમ્પતી ને ઝળહળતી જવાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો, ને બાહુ લંબાવી જાણે અંદર ઝંપલા- વવા આતુર બન્યો. રણવાસની અંદરથી રૂદનના સ્વરો છૂટ્યા ને બ્રાહ્મણો શાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બેાલ્યો : 'હે રાજા, હું મંત્ર ભણું છું. ચાલો હોમી દો, આને અગ્નિની અંદર.'

સોમક : ચુપ રહો, ચુપ રહો, વધુ વાત કરશે મા હવે !