પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૮૫ )


મેઘગર્જન

[રાગ સોરઠ, તાલ ઝંપા]

પ્રિય! સુણ્ય તું, પેલી નભ ચુમ્બતી
ગિરિમાળ પાછળ નાદ શો?
કંઈં કુપિત સિંહ ગિરિગવ્હરે
ત્રાડતો ધરી ઉન્માદ શો?
પ્રિય! સુણ્ય તું○ ૧

ન હોય કેશરિનાદ ગભીરો,
એ તો ગર્જતો ધન ધીરો,
સુગન્ધમય જો શીત સમીરો
અહિં આવી દે સુખસ્વાદ શો!
પ્રિય! સુણ્ય તું○ ૨

રવિપ્રભા ચુમ્બી ઘનરાયે
ઉપજાવ્યું સુન્દર નભમાંહે
રંગીલું ઈન્દ્રધનુ આ એ
વિલસે ધરી આલ્હાદ શો!
પ્રિય! સુણ્ય તું○ ૩

મત્ત બન્યો જો આ મોરલિયો
કેકારવ કરી નાચે અલી ઓ!