પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯ )

વિનીતતા.

રોળાવૃત્ત

સલૂણી સન્ધ્યા ! રૂડા રંગ કોમળ તુજ શોભે,
ઝીણી વિધ વિધ છાય ધરંતા મનડું લોભે;
મોહભર્યો મુજ પ્રેમ ભલે તુજ વિશે વિલાસે,
નવ તેથી તૂં કાં ફૂલાઈ મન મલકાશે. ૧

શીળી ચંદા ! ભલે ત્હને હું હઇડું ખોલી,
તુજશું પ્રેમ મુજ કહી દઉં નિઃશંકે બોલી;
ને વળી તુજ સૌંદર્ય વખાણું ત્હારી આગે,
તદ્યપિ નમ્ર તુજ વદન મહિં કંઈ ફેર ન લાગે. ૨

હશે અહિં કહિં હેવી સુન્દરી મનુજસમૂહે,
જે’ણે સુણી નિજરૂપ-પ્રશંસા કીધી સહુએ;
મલકાવ્યું નવ મુખ નહિં મદ મનમાં ધરિયો?
તે લલના ધરું હ્રદય સદા હું ભાવે ભરિયો. ૩




નદીકિનારે.

[૧]❋ગરબી

આ રવ વિણ વ્હેતી સરિત શાંતનીરા સૂતી,
કંઈ ધ્યાન ધરંતી ઊંડું ગંભીર ધરે મૂર્તિ; ૧


  1. ❋ઇતિહાસની આરશી સાહી મ્હેં જોયું માંહિં,
    થિર થાવર દીઠું ન કાંઈ કરતી છે છાઈ —એ ચાલ