પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૯ )

ચંદા લઈ નિજ રજત-સૂત્ર, જો આ શી પરોવે
મોતીડાં જે રૂડાં રચ્યાં વર્ષાએ સોહે;
ચંદા વર્ષા ગૂંથી મોતીની માળા હેવી
લલિત લતાને કણ્ઠ દિયે લટકાવી કે'વી ! ૨

જો અટકી ગઈ વૃષ્ટિ અને તરુપર્ણ પરેથી
ટપકી રહ્યા જલબિન્દુ શાન્તિમાં મન્દરવેથી;
ચળક ચળક ચળકંત લીલાં પર્ણો ચંદામાં,
ને તાલીતરુ શ્યામ શ્યામ છાય કરે સ્હામાં. ૩

ચંદા હસતી આમ, આમ ઘન નિરખે ઘેરું,
આમ ધરે વનવેલી ભૂષણ મોતીડાં કેરું,
ને તાલીવન ઘોર ઊભું છાય કરી ઘેરી;-
શાન્તિમૂર્તિ ને ભવ્ય મૂર્તિ પ્રભુની દીઠી ભેળી. ૪




દિવ્ય કાવ્ય

તોટક

ગગને અતિગૂઢ લખ્યું વિધિયે
કંઈ કાવ્ય ગભીર કલાનિધિયે,
ચળકંત રૂડા કંઈ તારલિયા
જહિં શબ્દ અનુપમ ર્‌હે બનિયા. ૧

મન અદ્‌ભૂત ભાવ કળે ન કળે,
કળતું કદી ઈશ્વરદત્ત પળે;