પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન


માણેકચોક છે, ત્યાં સાભ્રમતી નદીનો વહનમાર્ગ[૧] હતો. એ સ્થળે તે બાળા નિત્ય પાણી ભરવા આવતી હતી. એક દિવસ પાટણના બાદશાહ અહમ્મદશાહનો રાવત બાદશાહના ઘોડાને પાણી પાવા ત્યાં આવ્યો અને તેનો એ ગુર્જરકુમારી સાથે અચાનક મેળાપ થઈ ગયો. એ પછી તે રાવત નિત્ય તે ઘોડાને લઇને પાટણથી આવતો અને તે જ રાતે ગુર્જરકુમારીને મળીને પાછો પાટણ પહોંચી જતો હતો. અંતે એ વાર્તા બાદશાહના જાણવામાં આવી અને તેથી બાદશાહે ત્યાં આવીને સંવત ૧૪૬૭ માં પોતાના નામથી અહમ્મદાબાદ નામક નગર વસાવ્યું કે જેનું પછીથી 'અમદાવાદ' એવું અશુદ્ધ કિંવા અપભ્રષ્ટ રૂપ થઈ ગયું અને તે અત્યાર સુધી પ્રચલિત છે. બાદશાહોનું સિંહાસન અમદાવાદમાં હોવાથી કેટલાકો એ નગરને રાજનગર નામથી પણ ઓળખે છે અને તે યોગ્ય જ છે. અહમ્મદાવાદ વસાવ્યા પછી બાદશાહે ગુર્જરકુમારીને પોતાના અંતઃપુરમાં રાખી. વનવાસિનીને રાજમંદિરનિવાસિની બનાવી. એ સમયમાં સાભ્રમતી નદીના તીરપ્રાંતમાં માણેકનાથ બાવો વસતો હતો. બાદશાહે જયારે નગરની આસપાસ ફરતો કોટ ચણાવવા માંડ્યો ત્યારે ચમત્કાર એવો થયો કે, જે વેળાયે દિવસે કોટના ચણતરનું કામ ચાલતું, તે વેળાયે બાવો માણેકનાથ પોતાની એક જૂની ફાટેલી ગોદડીમાં દોરા ભરવા બેસતો અને રાતે ગોદડીમાંથી તે દોરા કાઢી નાખતો એટલે ચણાયલો બધો કાટ કડડ ભૂસ દઈને પડી જતો. આ વાર્તા જે વેળાયે બાદશાહના જાણવામાં આવી તે વેળાયે બાદશાહે એમ ન કરવાને બાવાને નમ્રતા

    ૧૦૧ માં અમદાવાદ વસ્યા વિશેની પ્રચલિત બે આખ્યાયિકાઓ આપવામાં આવી છે અને પ્રસ્તુત નવલકથામાં પણ સુલ્તાન મહમ્મદ બેગડાનો તથા અમદાવાદનો કેટલોક મહત્ત્વનો સંબંધ આવતો હોવાથી પ્રસંગને અનુકૂળ જાણીને અમદાવાદ વસ્યા વિશેની તે બે આખ્યાયિકો અહીં પણ આપવામાં આવી છે; માત્ર એટલું જ નહિ, પણ તે અક્ષરશઃ 'ભદ્રકાળી' માંથી જ ઉતારી લેવામાં આવી છે; કારણ કે, જો અહીં એ આખ્યાયિકાઓ આપવામાં ન આવે, તો અમદાવાદનું વર્ણન અપૂર્ણ રહી જાય, એ સ્વાભાવિક જ છે.

  1. બ્રિગ્સ પોતાના "The Cities of Gujarashtra" નામક ગ્રંથના ૨૦૮ મા પૃષ્ઠમાં જણાવે છે કે: "સાભ્રમતી નદી પ્રથમ ભદ્ર, કારંજ અને ત્રણ દરવાજાની વચ્ચે ચતુષ્કોણ ભૂભાગમાંથી વહન કરતી હતી, પરંતુ જયારે હિજરી સન્ ૮૯૧ (ઈ. સ. ૧૪૮૫)માં મહમૂદ બેગડાની આજ્ઞાથી કિલ્લો બાંધવાનું કામ ચાલતું હતું, તે વેળા નદીના પ્રવાહને સ્થાનાન્તરિત કરવામાં આવ્યો હતો." ("The Sàharmati, which originally ran through the square area about the Karanj, and between the Bhadra and Three