પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
કચ્છનો કાર્તિકેય

બની શકે તો પકડી મગાવવાના અને નહિ તો બારોબાર આપ ઉભય ભ્રાતાઓના જીવનો નાશ કરાવી નાખવાના પોતાના પ્રયત્નમાં અટક્યો હશે અને શાંત થઈને બેઠો હશે, એવી મારી માન્યતા નથી; અર્થાત્ કદાચિત્ તેના ગુપ્ત દૂતો આપનો પત્તો મેળવવાને અહમ્મદાબાદમાં પણ આવી પહોંચશે, એવો મારા મનમાં દૃઢ તથા નિશ્ચયાત્મક સંશય રહ્યા કરે છે. હવે જો મારો એ સંશય સત્ય સિદ્ધ થાય અને જામ રાવળનો કોઈ ગુપ્ત દૂત અહીં આવી લાગે, તો કચ્છમાંથી અમદાવાદમાં આવનાર મનુષ્યમાટે અમદાવાદ નગરમાં પ્રવેશ કરવામાટેનો બહુધા આજ માર્ગ હોવાથી કચ્છનો કોઇ પણ મનુષ્ય આવશે, તો તે મારા ઓળખવામાં આવી જશે અને જો તે કોઈ દુષ્ટ વાસનાથી આવ્યો હશે અને તેની દુષ્ટ વાસના મારા જાણવામાં આવશે, તો તેની તે વાસનાને વ્યવહારમાં યોજાતી આપણાથી અટકાવી શકાશે, આવી ધારણાથી જ હું અહીં છાવણી નાખીને પડ્યો છું અને કોઈ મને ઓળખી ન શકે એટલામાટે આવતી કાલથી મારા વેષમાં પણ પરિવર્તન કરીને મારો ખાકી બાવાના રૂપમાં ફેરવાઈ જવાનો વિચાર છે; માત્ર એટલું જ નહિ, પણ હું ધીમે ધીમે આ સ્થાન વિશે લોકોના મનમાં જે ભય છે તે ભયને દૂર હટાવીશ, અહીં બાવા ફકીરોનો અડ્ડો કરીને ભાંગ, ગાંજા, અફીણ તથા તંબાકુ ઇત્યાદિનું સદાવ્રત માંડીશ અને પ્રવાસીઓને રાતવાસો કે દિવસવાસો કરવાની સગવડો કરી આપીશ એટલે આ સ્થાન પણ એક ધર્મશાળા અથવા મુસાફિરખાનાના રુપમાં ફેરવાઈ જશે અને તેથી જે પ્રવાસી અહીં નહિ આવતો હોય, તે પણ આનન્દથી આવશે. મારી યોજના આ પ્રમાણેની છે અને મને આશા છે કે મારી આ યોજના આપને પણ અવશ્ય યોગ્ય લાગવી જ જોઈએ." છચ્છરબૂટાએ પોતાના નિર્જન સ્થાનમાંના નિવાસનાં યોગ્ય કારણો દર્શાવ્યાં અને ત્યાર પછી તે ખેંગારજીના ઉત્તરની આતુરતાથી પ્રતીક્ષા કરવા લાગ્યો.

કેટલીક વાર વિચાર કર્યા પછી ખેંગારજીને છચ્છરના ત્યાં જ રહેવાનાં એ કારણો યોગ્ય જણાયાં અને તેથી તેણે કહ્યું કે: "છચ્છર ભાઈ, ધન્ય છે તમારી ચાણક્યબુદ્ધિને અને ધન્ય છે તમારી અખંડ સ્વામિનિષ્ઠાને ! કેવળ અમો ઉભય ભ્રાતાઓના કલ્યાણમાટે જ એક બાવાના વેષમાં તમો આ સ્થાનમાં રહેવા માગો છો એટલે મારાથી એમાટેની ના પાડી શકાય તેમ નથી. અસ્તુ: તમો અહીં રહેશો, તો અમો પણ નિત્ય એક વાર અહીં આવીને તમારા દર્શનનો લાભ લીધા કરીશું અને તમને જે કાંઈ આવશ્યકતા હશે તે પૂરી કર્યા કરીશું. કોઈ