પૃષ્ઠ:Lakshami Natak.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજા: તારા સમ જો તને ઝાલી રાખવાતો.

ડોશી: ત્યારે તમારા હાથ કોરે લ્યો.

રાજા: લે ત્યારે (એમ કહીને હાથ કોરે લે છે.)

ડોશી: સાંભળો જે વાત નથી કહેવાની તે કહેવી પડે છે. હું તો લક્ષ્મી છું.

રાજા: અરે માતાજી તમે જ લક્ષ્મી છો ? ત્યારે ત્યારનાં બોલતાં શું નથી.

ભીમ૦: ભુંડી તું જ લક્ષ્મી છું. ત્યારે તારા આવા હાલ કેમ છે ?

રાજા: અરે રામક્રષ્ણ હરિહર તમે જ લક્ષ્મી છો ?

લક્ષ્મી: હા.

રાજા: તમો આપે જ લક્ષ્મી ?

લક્ષ્મી: હા, હું આપે જ લક્ષ્મી.

રાજા: ત્યારે તમે અહિ ક્યાંથી પધાર્યાં અને આવાં મેલાં કેમ છો ?

લક્ષ્મી: શ્રાવકલોકોના ઘરમાં રહું છું અને ત્યાંથી આવી.

રાજા: અરે તમારી એવી અવસ્થા કેમ ?

લક્ષ્મી: મેં બાળપણામાં નિશ્ચે કરયો હતો કે હું સારાં માણસોને ઘેર જ જઈશ પણ તે સારા માણસો ઉપર ઇંન્દ્રની [૧] કૃપા નહોતી તેથી મારી આંખ્યો ઇંન્દ્રે ફોડી નાંખી એટલે હવે સારાં માણસો કે નરસાં માણસોની વિગત પડતી નથી એ ઇંન્દ્રની ભૂલ છે.

રાજા: ત્યારે એમ કેમ હશે કે સારાં માણસો ઇંન્દ્રની પૂજા કરે છે પણ દુષ્ટ માણસો તો કાંઈ કરતા નથી.

લક્ષ્મી: ભાઈ એ વાત મોટી વિચારવા જેવી છે.

રાજા: વારૂં તમારી આંખ્યો સારી થાય તો પછી દુષ્ટ માણસથી દૂર રેહેશો ?

લક્ષ્મી: ભાઈ મારે તો એવો વિચાર ઘણો જ છે.

રાજા: પછી સારાં માણસોનો જ પ્રસંગ કરશો ?

લક્ષ્મી: હા ભાઈ એમ જ કરીશ, સારાં માણસો ઘણા દહાડા થયાં, મારા જોવામાં આવ્યાં નથી; હું જેને ઘેર જાઊં છું; તે દુષ્ટ માણસ હોય છે.

રાજા: એમાં શું અચરત છે, અમે પણ ઘણા દહાડા થયા સારા લોકો દીઠા જ નથી.

લક્ષ્મી: હવે મને જવા દો, મેં તમને સર્વે વાત કહી.

રાજા: અરે દૈવ હવે જવા કેમ દેવાય, હવે તો રાખવાં પડશે.

લક્ષ્મી: ભાઈ હું તમને કેહેતી હતી, કે તમે મને ઓળખશો તો પછી નહીં છોડો.

રાજા: હું તમને પગે લાગીને કહું છું, કે તમારે મારે ઘેર રેહેવું જગતમાં મારા જેવો ધર્મવાળો કોઈ નથી.

  1. (અહીં પુસ્તકમાં જોડણી "ઇંન્ન્‌દ્ર" કે "ઇંન્ન્દ્ર" એવી છે જે યુનિકોડમાં કરવી શક્ય ન હોય બધે જ ’ઇંન્દ્ર’ રાખ્યું છે.)