પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૦૪ ]


જ૦–એ ટોકીએામાં છે.

સ૦-શ્રી હાચિયા રંગુન ગયા ત્યારે એમને કાંઈ દસ્તાવેજો. એટલે કે કાગળો કે એળખાણ–પત્રો આપવામાં આવ્યા નહોતા એનું કારણ એ હતું કે આઝાદ હિંદની સરકાર કામચલાઉ હતી. પણ શ્રી હાચિયા રંગુન પહોંચ્યા પછી શ્રી સુભાષચંદ્ર બોઝના કહેવાથી જાપાનીસ સરકારે એળખાણ–પત્રો આપવાનો નિર્ણય કર્યો. એળખાણ -પત્રો ઉપર નામદાર શહેનશાહના રીતસરના સહીસિક્કા કરવામાં આવેલા, અને ૧૯૪૫ના મેની અધવચ્ચે એ શ્રી હાચિયાને મોકલવામાં આવેલા. પણ ટપાલ વ્યવહારના ત્યારના સંજોગોને કારણે એ એમના મુકામે ખરેખર પહોંચ્યા નહોતા.

સ૦–શ્રી હાચિયા પાસે ઓળખાણ–પત્રો નહોતાં તેથી હકીકતમાં તો એમણે એલચી તરીકે કામ કર્યું જ નહોતું એ તમે જાણો છો ?

જ૦-એમણે કામ કર્યું જ હતું. કામચલાઉ સરકારના પરદેશ- પ્રધાનની મુલાકાતે એ ગયેલા, અને એળખાણ-પત્રો રજૂ થયાં તે પહેલાં પરદેશ–પ્રધાને પણ એમની વળતી મુલાકાત લીધેલી. એલચી તરીકે એ કામ કરી શકે તેવી સ્થિતિમાં હતા એમ હું માનું છું.

સ૦–આ મુલાકાતે જવા અને વળતી મુલાકાત મેળવવા સિવાય શ્રી હાચિયાએ એલચી તરીકે કાંઈપણ કામ કર્યું હતું !

જ૦–પરદેશ પ્રધાન સાથે એમને કચેરી-વ્યવહાર શા થયા તે હું જાણતો નથી.

સ૦-તમે તો એટલું જ જાણો છો કે એમણે મુલાકાત લીધી હતી.

જ૦-હા.

જ૦–કામચલાઉ સરકારના પરદેશ પ્રધાનનું નામ તમે જાણો છો ?