પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૨૦ ]

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી પ્રમાણસરના સ્વયંસેવકો પણ એમાં જોડાયેલા. હિંદી વેપારીઓ પાસેથી અનાજના રૂપમાં સખાવતો અમને મળતી હતી.

ઊલટતપાસમાં;–

જ૦ - ૧૯૪૨માં હું છાપાનો ખબરપત્રી હતો. બેંગકોક પરિષદમાં હું હાજર હતો. હિંદની સ્વતંત્રતાના સંબંધમાં જાપાનીસ યુદ્ધનેમોનું સ્પષ્ટીકરણ માગવાની મતલબનો એક ઠરાવ એ પરિષદમાં પસાર થયો હતો.

સ૦ – એ પ્રમાણેની સત્તાવાર ચોખવટ જાપાનીએાએ કદી પણ કરી નહોતી એ હકીકત છે ?

જ૦ – મને ખબર નથી...... બેંગકોક પરિષદે નિમેલી કાર્યવાહક સમિતિની કાર્યવાહીની મને જાણ નથી. એક એના પ્રમુખ શ્રી રાશબિહારી બોઝ સિવાયના તેના બીજા સભ્યોના રાજીનામાની મને ખબર નથી. ૧૯૪૨ના ડિસેંબરમાં હું બેંગકોકમાં હતો, જ્યારે શ્રી રાશબિહારી બોઝ સિંગાપુર ગયેલા હતા...... બરમા અને મલાયામાંથી ગેરહાજર હિંદીઓની માલિકીની મિલકતને લગતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એ મને યાદ છે. બરમામાંના હિંદીઓએ 'એબસન્ટી ઇન્ડિયન પ્રોપર્ટીઝ એસોસિએશન' (માલિકની ગેરહાજરીવાળી હિંદી મિલકતોનો સંઘ) ની સ્થાપના કરી હતી. આ સંઘ હિંદી સ્વાતંત્ર્ય સંઘ નીચે રહીને કામ કરતો હતો. શ્રી સુભાષચંદ્ર બોઝને પૂર્વ એશિયામાં તેડાવતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એ પણ મને યાદ છે......હિંદી સ્વાતંત્ર્ય સંઘમાં સાડાસાત લાખ સભ્યો હતા એ મારી માહિતી સંઘના સામયિકોમાં અપાતી વિગતોને આધારે અપાયેલી હતી. મારી કામગરી કામચલાઉ સરકારની તથા આ૦ હિં ૦ ફો૦ની પ્રવૃત્તિનો પ્રચાર