[ ૧૩૦ ]
સ૦ - તમારા કેટલાક અહેવાલોની ભાષા સાથે જાપાનીઓ
સંમત નહોતા થતા તેથી એમાં ફેરફાર કરવા પડ્યા હતા એ ખોટું છે?
જ૦ – એકવાર જાપાનીઓએ મારો અહેવાલ મને પાછો મોકલેલો અને એવી વિનંતિ કરેલી કે એક-બે સ્થળે એમાં ફેરફાર કરવા કારણ કે એમાં એક બે મુદ્દા જો દુશમનના હાથનાં પડે તો જેખમકારક નીવડે તેવા હતા.
સ૦ – તમને તમારો રેડીઓ રાખવા દેવામાં આવતો નહોતો ?
જ૦ - મેં એક રેડીઓની માગણી કરેલી અને જાપાનીઓએ મને કહેલું કે મને એ મેળવી આપશે. રેડીઓની બહુ તંગી હતી અને જાપાનીઓએ કહેલું કે તેઓ એ જલદી મેળવી શક્યા નહોતા.
સ૦ - સંરક્ષણનાં કોઈ પણ કાર્યો તમને જોવા દેવામાં આવતાં નહેાતાં ?
જ૦ – તમારા સવાલમાંથી એવું સૂચન થાય છે કે મેં સંરક્ષણનાં કાર્યો જોવાનો પ્રયાસ કર્યો હોય અને મને તેની મનાઇ કરવામાં આવી હોય. આ સાચું નથી કારણ કે સંરક્ષણનાં કાર્યો જોવાની મને દરકાર નહોતી...... શ્રી સુભાષચંદ્ર બોઝે મને આંદામાન અને નીકોબાર મોકલ્યો ત્યારે એક સત્તા-પત્ર મને આપવામાં આવેલો.
તે પછી સરકારી વકીલે, જાપાનીસ સત્તાવાળાઓ તરફથી સુભાષ બોઝ ઉપર લખવામાં આવેલા એક કાગળના આ ફકરા તરફ સાક્ષીનું ધ્યાન દોર્યું : 'એવી સમજણ રાખવાની છે કે તમામ ખાતાંની સોંપણી પૂરી થઇ જાય તે દરમિયાન આંદામાન અને નીકોબાર ટાપુઓના ચીફ કમિશનર કે એવા કોઈ બિરદવાળા કામચલાઉ સરકારના કોઈ અમલદારને ત્યાં મોકલી આપવા કે જે, ત્યાંના નૌકાદળના કમાન્ડરની નીચે રહીને લશ્કરી-તંત્ર સાથે પૂરા સહકારથી કામ કરે.'
સ૦ – બસ તમને આટલી જ સત્તા આપવામાં આવેલી ને ?
જ૦ - આ કાગળને લાગેવળગે છે ત્યાં સુધી મને મળેલી સૂચનાઓ એ પ્રમાણેની જ હતી. પણ આ સૂચનાઓનો અમલ મને