પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૩૯]


મોકલવામાં આવેલો અને એ મારા અંકુશ નીચે હતી. એ પ્રદેશમાં આશરે ૧૫,૦૦૦ હિંદીઓની વસ્તી હતી. તાલીમ-છાવણી ઉપરાંત ત્યાં આ૦ હિં૦ ફો૦ની એક iસ્પિતાલ હતી, સાજા થઈ રહેલા દરદીઓ માટેનું એક આરામ-ગૃહ હતું અને અપંગ સિપાહીઓ માટેનું એક નિવાસસ્થાન હતું. ખાંડનું એક કારખાનું અને આઝાદ હિંદ દળની એક મોટી કચેરી પણ ત્યાં સ્થાપવામાં આવ્યાં હતાં.

આઝાદ હિંદ દળનો ઉદ્દેશ અમારા લશ્કરે કબજે કરેલા અને અમારી સરકારના અંકુશ નીચેના પ્રદેશનો વહીવટ કરવાનો હતો. આઝાદ હિંદ દળ લે૦ વિઠ્ઠલરાવના અંકુશ નીચે હતું અને શ્રી ઘેાષના તાબામાં જાહેર બાંધકામ ખાતું હતું. ગામડાનાં ઝૂમખાં માટે તેહસીલદારો નીમવામાં આવ્યા હતા અને એમનું કામ મહેસૂલ ઉઘરાવવાનું, નાના ઝઘડા પતાવવાનું અને મોટી તકરારો ઉપરના સત્તાવાળાઓ પાસે પહોંચાડવાનું હતું. શ્રી રામચંદ્ર પ્રસાદ એના વ્યવસ્થાપક હતા. એમની નિમણુંક સરકારે કરેલી હતી. પોલીસખાતું શ્રી શ્યામચરણ મિશ્રના હાથમાં હતું, એમની નિમણુંક પણ સરકારે કરેલી હતી. શ્રી ઘેાષના તાબામાં જાહેર બાંધકામ ખાતા ઉપરાંત, ખેતીવાડી અને આરોગ્યનાં ખાતાં પણ હતાં.

આ પ્રદેશનો બચાવ આઝાદ હિન્દ ફોજના સિપાહીઓએ કર્યો હતો. જાપાનીઓ કે બરમીઓને આ પ્રદેશ સાથે કાંઇ લેવાદેવા નહોતી. ઘણીવાર બરમી અને જાપાનીસ સરકારો સાથે ગેરસમજણ ઊભી થતી, પણ અમારી કામચલાઉ સરકાર એને દૂર કરતી. મુક્ત કરાયેલા પ્રદેશના ભાવિ ગવર્નર તરીકે જનરલ ચેટરજીની નિમણુક થઇ હતી. એમનું વડું મથક ઝિયાવાડીમાં હતું.

ઊલટતપાસમાં:-

જાપાનીઓ સાથેની લડાઇમાં મેં ભાગ લીધેલો અને ૧૯૪૨ના જાન્યુઆરીમાં હું કેદ પકડાયો હતો. આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ