લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૩ ]


સામાન્ય રીતે એક લશ્કરી અદાલતને જેનો ફેસલો કરવાનો હોય છે એથી જુદી જ જાતના મુદ્દાઓ મુકદ્દમામાં ઊભા થયા છે. સામાન્ય રીતે તો એ ફરજ પ્રત્યેની વ્યકિતગત બેપરવાઇ કે વ્યકિતગત ગુનાના કિસ્સા હોય છે. તમારી સામે આ એક એવો કિસ્સો છે કે જેના પુરાવા બતાવે છે કે તમારી સામે ખડા કરાયેલા ત્રણેય અફસરો એક સુવ્યવસ્થિત ફોજના ભાગના હતા, અને ફરિયાદપક્ષના કહેવા મુજબ એમણે રાજા સામે યુદ્ધ ચલાવ્યું હતું. આ એક વ્યકિતગત મુકદમો નથી, આખી આઝાદ હિંદ ફોજની જિંદગીને અને એની ઈજ્જતનો આ અદાલતમાં ઇન્સાફ તોળાઈ રહ્યો છે.

નીચેના અગત્યના બનાવો વિશે આ મુકદ્દમામાં જુબાની પડી છે. (૧) ૧૯૪૧ના ડિસેંબરમાં જાપાને કરેલી યુદ્ધની જાહેરાત. (૨) ૧૯૪૨ની ૧૫મી ફેબ્રુઆરીએ સિંગાપુરમાં બ્રિટિશ સૈન્યની શરણાગતિ. (૩) ૧૯૪૨ની ૧૭મી ફેબ્રુઆરીએ ફેરર પાર્કમાં મળેલી સભા, જ્યાં હિંદી સિપાહીઓની જાપાનીઓના હાથમાં વિધિસરની સોંપણી થઈ. (૪) ૧૯૪રના સપ્ટેંબરમાં પહેલી આ૦ હિં૦ ફેા૦ની સ્થાપના અને કેપ્ટન મોહનસીંઘની ધરપકડ પછી ૧૯૪૨ના ડિસેંબરમાં એનું થયેલું વિસર્જન. (૫) ૧૯૪૩ ની ૨ જી જુલાઈએ સિંગાપુરમાં શ્રી સુભાષચંદ્ર બોઝનું આગમન, આગળ જતાં એમણે આ૦હિં૦ ફો૦નું નેતૃત્વ સંભાળ્યું અને બૃહદ પૂર્વ એશિયાની એક પરિષદ ભરાઇ. એમાં દૂર પૂર્વના દેશોના જુદા જુદા ભાગોમાંથી હિંદી સ્વાતંત્ર્ય સંધના હિંદી પ્રતિનિધિઓએ હાજરી આપેલી. એ પરિષદમાં થયેલા ઠરાવોમાંનો એક એ હતો કે આઝાદ હિંદની એક કામચલાઉ સરકારની સ્થાપના કરવી. (૬) ૧૯૨૩ની ૨૧મી ઑકટોબરે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની જાહેરાત થઈ. એ સરકારની સ્થાપના પછી જુદા જુદા પ્રધાનો એ નેતાજી સુભાષ બોઝની આગેવાનીવાળી કામચલાઉ સરકાર પ્રત્યે વફાદારીના સોગંદ લીધા, (૭) એ સરકારે બ્રિટન અને અમેરિકા સામે લડાઇની જાહેરાત કરી. નવા રાજતંત્રના