એજ રીતે જાપાનીસ સરકારના હુકમ ઉઠાવજો નહિ તો તમને
સજા થશે.' તે પછી લે૦ ક૦ હંટે મેજર ફ્યુજીવારાને કેટલાંક
કાગળીઅાં સોંપ્યાં. પછી મેજર ફ્યુજીવારાએ જાપાનીસ ભાષામાં ભાષણ
કર્યું. તેનો અંગ્રેજી અને હિન્દુસ્તાનીમાં તરજૂમો પણ કરવામાં
આવ્યો હતો. એમણે કહ્યું કે, 'જાપાનીઝ સરકારના પ્રતિનિધિ તરીકે
હું તમારો કબજો સંભાળી લઉ છું, પણ મારી સરકાર તમને યુદ્ધકેદીઓ
નહિ ગણે. તમે સ્વતંત્ર માનવીઓ છો. અમારી પાસે ખોરાકની
તંગી છે અને યુદ્ધકેદીઓ પાસે મજૂરી કરાવવી પડશે. હું
તમને કૅ૦ મોહનસીંઘના હાથમાં સોંપું છું. એ તમારા
સર-સેનાધિપતિ રહેશે.'
કૅ. મોહનસીંઘે કહ્યું કે, 'અંગ્રેજોએ આપણને જાપાનીઓના હાથમાં સોંપી દીધા છે. પણ જાપાનીઓ આપણને યુદ્ધકેદી ગણાતા નથી, તેમજ તેમની પાસે ખેારાકની તંગી છે. આપણે એક આઝાદ હિંદ ફોજ ઊભી કરીએ કે જે હિંદને સ્વતંત્ર કરવા માટે લડે. તમે આ૦ હિં૦ ફો૦માં જોડાવા તૈયાર છો ?' જવાબમાં સભાના માણસોએ પોતાનાં હથિયારે ઊંચાં કર્યાં, પાઘડીઓ હવામાં ઉડાડી અને ઘણો આનંદ દેખાડ્યો. કૅ૦ મોહનસીંઘે કહ્યું કે, 'તમને આનંદ પામતા જોઈને હું ખુશ થાઉં છું પણ બરાડા પાડવાથી આપણને આઝાદી નહિ મળે. અંગ્રેજોએ એવો આક્ષેપ કર્યો છે કે હિન્દી લશ્કર મલાયામાં બરાબર લડ્યું નથી. પણ હિન્દી લશ્કર પાસે કેવાંક હથિયાર હતાં તે આપણે જાણીએ છીએ. આપણી પાસે કેટલી ટેન્કો હતી ? કેટલાં વિમાનો હતાં ?....….'
કૅ. કિયાનીના હુકમ પ્રમાણે બેંગકોક પરિષદમાં મેં હાજરી આપી હતી. એમાં કેટલાક ઠરાવો પસાર થયા હતા. આઝાદ હિંદ ફોજ અને હિંદી સ્વાતંત્રય સંઘની સ્થાપના કરવાનું આ પરિષદમાં નક્કી થયું હતું. સિંગાપુર મલાયા, બર્મા, થાઈલેંડ, જાવા, સુમાત્રા,