પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૧ ]


શરૂઆતમાં એમની રેજિમેન્ટ બરમામાં હતી ત્યારે એની સમક્ષ ભાષણ કરતાં લે૦ કર્નલ સેહગલે કહેલું કે –

“મોરચા પર લડી રહેલી કોઈ ટુકડીનું નેતૃત્વ લેવાની લાંબા કાળની મારી ઇચ્છા હતી. એવી કોઈ ટુકડીનું નેતૃત્વ મને સોંપવાની વિનતિ મેં નેતાજી સુભાષચંદ્ર બોઝને કરેલી. જે ગેરીલા રેજિમેન્ટ એના ઉજળાના નામ માટે જાણીતી છે તેની લગામ સંભાળી શકવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. બેટેલિયનના કમાન્ડરોથી જે દૂર ન થઈ શકે એવી ફરિયાદ કે મુશ્કેલી કોઇને જો હોય તો એમણે મારી પાસે આવવું અને હું તે નિવારવા પ્રયત્ન કરીશ.”

બરમામાં પાપા ટેકરીને મોરચે લડતાં લડતાં હું નાસીને અંગ્રેજો સાથે મળી ગયેલો.

ઊલટતપાસમાં સાક્ષીએ કહ્યું કે પોપા ટેકરી ઉપર લે૦ ક૦ સેહગલે કરેલા ભાષણમાં કહેલું કે -

“આ લડાઈની મુસીબતો જે ન ખમી શકતા હોય એમણે એમનાં નામ મને આપવાં અને એમને મોરચાની પાછળના વિસ્તારમાં મૂકવામાં આવશે. કોઈ અફસરોને કે સૈનિકાને સામા પક્ષે જતા રહેવું હોય તો તે જઈ શકે છે.”

નેતાજી બોઝનું એક લાંબુ ભાષણ મેં સાંભળેલું. હિંદની આઝાદી કાજે લડવાનો એમણે અમને આગ્રહ કર્યો હતો. એમણે કહેલું કે, “હિંદુસ્તાનના કરોડો કંગાલોના આપણે પ્રતિનિધિઓ છીએ અને ખિસ્સાખર્ચની નાની રેકમોથી અને સરકારની મર્યાદિત શક્તિથી મળી શકે તેટલા ખોરાકથી સંતોષ માનવો જોઈએ. ઘણા જ થોડા સમયમાં આ રેજિમેન્ટ મોરચા પર પહોંચશે. આપણે જ્યાં જન્મ લીધો છે એ દેશ પ્રત્યેની ફરજ આપણે બજાવવી જોઇએ,”

: ૧૦ :

૨૯મી નવેંબર:ગુરુવાર

ત્રેવીસમા સાક્ષી સરહદી હવાલદાર ગુલામ મહમદ ૧૯૪૨ના