લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૯ ]


મારી માતૃભૂમિની સામે દાંતીઆં કરતી ભયાનકતાઓથી એને બચાવવાની તમન્ના હતી. ઘણા જ ઝીણવટભર્યા વિચારો અને ચર્ચાઓ પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો કે મારે આ૦ હિં૦ ફો૦માં જોડાવું; અને એ ફોજે હિંદના હિતને ખાતર મથનારી એક બળવાન, સશસ્ત્ર સુસજજ અને શિસ્તબદ્ધ તાકાત બનવું.

એક ઉન્નત ધ્યેયને ખાતર હું આ૦ હિં૦ ફો૦માં જોડાયો અને કોઈને પણ પોતાની ઇચ્છા વિરૂદ્ધ આ૦ હિં૦ ફો૦ માં જોડાવાનું દબાણ કરવાની કે સમજાવવાની સુદ્ધાં નાનપ મેં કદી વહોરી નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી તો કોઈએ ય પણ આ૦ હિં૦ ફો૦માં જોડાવા માટે કોઇના ઉપર દબાણ કર્યું નથી. હું જાણું છું ત્યાં સુધી આ૦ હિં૦ ફો૦માંનું ભરતીકામ પૂરેપૂરું સ્વેચ્છાપૂર્વકનું હતું. આ મુદ્દા ઉપર ફરિયાદપક્ષે રજુ કરેલા પૂરાવા ખોટા છે. અને એ ગમે તેમ હોય તો પણ કહેવાતા અત્યાચારો સાથે મારે તો જરાય સંબંધ નથી અને એ વિશેની કાંઈ જાણ પણ મને છે નહિ.

પહેલેથી જ મને ખાતરી હતી કે અમારી તાકાત અમારા ધ્યેય પ્રત્યેની નિઃસ્વાર્થ અનુરક્તિમાં છે, અને મારી નેમ હતી કે હિંદમાતાને ખાતર પોતાનું ખૂન વહાવવા જે તૈયાર થાય એવા જ માણસોની બનેલી અમારી ફોજ હોવી જોઈએ.

આ એક જ કારણસર, મોરચા ભણી રવાના થતા પહેલાં જે ઉન્નત આદર્શો ખાતર આ૦ હિં૦ ફો૦ ઊભી કરવામાં આવી હતી તે મેં મારા તાબા નીચેના અફસરોને અને સિપાહીઓને લંબાણપૂર્વક સમજાવ્યા હતા; અને એ આદર્શોને પરિપૂર્ણ કરવાના માર્ગમાં રહેલાં જોખમો મુશ્કેલીએ અને યાતનાઓની વાત મેં એમને કરી હતી.

લડાઇમાં ભાગ લેવા માટે પોતાનામાં શારિરિક કે માનસિક તૈયારી નથી એવું જેમને લાગ્યું એવા ઘણાએ પાછળ રહેવાનું નક્કી કરેલું. મોરચા ઉપર પહોંચ્યા પછી પણ જેને મેરચા ઉપર ન રહેવું