પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડો ઘા
૧૮૩
 

 સુંવાળી ધરતી હોય ને ઢાળનો મારગ હોય તયેં ગાડું વાજોવાજ ૨ડતું જાય, ઈમ ગોબર જમાઈએ ફેંકેલું નાળિયેર રડતું ગયું...’

‘કેટલું આઘું પૂગ્યું’તું ?’ સંતુએ વળી ઉત્સુકતાથી પૂછ્યું.

‘કેટલું આઘું ? અરે, કોહના ચાર ચાર વરતના સાંધા કરો તો ય ટૂંકા પડે એટલો આઘો ગોટો રડી ગ્યો !’

‘ઈ જીતશે કે હારશે ?’

મુખી તો કે’તાતા કે ભાઈ અટાણ લગી તો આપણે જીતમાં છીએ, સીધે મારગે તો કાંઈ વાંધો આવે ઈમ નથી. ગોબર જમાઈના ઘા ધાર્યા કરતાં બમણા સહેલે છે. પણ ડુંગર ચડવા ટાણે કાંઈ કે’વાય નહિ. આડીઅવળી કેડીનાં પગથિયાંમાં બમણું નાળિયેર હોમાઈ જાય તો ના નહિ.’

‘તો ઓલ્યો અમરગઢવાળો દલસુખિયો જીતી જાશે ?’

‘ભઈ, ભવાનદા તો કે'તાતા કે અટાણે કાંઈ કે’વાય નહિ, હજી તો ચાક ઉપર પિંડો છે. એમાંથી શું ઠામડું ઊતરશે ને કેવું કે ઊતરશે ઈ તો ભગવાન જાણે.’

 ***

આખરી હારજીત અંગેની આવી અનિશ્ચિતતા સાંભળીને સંતુ ઘેર આવેલી, તેથી તો ગોબરની આગેકૂચ અંગેની વધારે વિગતો જાણવાનું કુતૂહલ શમવાને બદલે દ્વિગુણિત બની ગયું. ગિરનારની તળેટીમાં ક્યારે પહોંચ્યા હશે ? કયે ડુંગર ચડશે ? લાંબો પંથ કાપ્યા પછી થાક કેવોક લાગ્યો હશે ? શરત જિતાશે કે હારી જવાશે ?

લગભગ આખી રાત સંતુએ અજંપામાં વિતાવી. અત્યાર સુધી સાંપડેલા ગોબરની જીત અંગેના સમાચારોએ એને એટલી બધી સભાન બનાવી મૂકી હતી કે હવે એ વિજયના સંજોગોમાં જરા પણ ફેરફાર થઈ જાય, જીતની પરિસ્થિતિ છેક છેલ્લી ઘડીએ